GSTV

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Last Updated on November 29, 2021 by Vishvesh Dave

અમેરિકાના ચીફ મેડિકલ ઓફિસર ડો. એન્થની ફોસીએ નવા વેરિયન્ટ ઓમિક્રોન અંગે પ્રતિક્રિયા આપી. ડૉ. એન્થની ફોસીએ જણાવ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ કેટલો ઝડપથી સંક્રમણ ફેલાવે છે. તે કેટલો ગંભીર છે અને એની અન્ય વિશેષતાઓ શું છે એની માહિતી મેળવવામાં બે અઠવાડિયાનો સમય લાગશે. ડૉ. ફોસીએ ઓમિક્રોન વિશે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને અપડેટ દરમિયાન આ માહિતી આપી છે.

Coronavirus omicron variant us dr anthony fauci research - ओमिक्रॉन पर  जानकारी जुटाने में लगेंगे 2 हफ्ते, बूस्टर शॉट जरूरी- डॉ. फॉसी – News18 हिंदी

બેઠકમાં ડૉ. ફોસીએ એ વાત પર ભાર આપ્યો છે કે જે લોકોને કોરોના વેક્સિનના બે ડોઝ આપ્યા છે તેમને જો બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો એ કોરોના સામે ઘણી હદ સુધીની સુરક્ષા આપશે. બીજી તરફ કોવિડ રિસ્પોન્સ ટીમે પણ એવું જ સૂચન આપ્યું છે કે દરેક વેક્સિનેટેડ લોકોએ શક્ય હોય એટલો ઝડપથી બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 6 મહિના પહેલાં ફાઈઝર અને મોડર્નાની વેક્સિન લેનારા લોકો અથવા બે મહિના પહેલાં જોનસન એન્ડ જોનસનની વેક્સિનનો ડોઝ લેનાર દરેક વયસ્ક બૂસ્ટર ડોઝ લઈ શકે છે.

અમેરિકાએ ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા તૈયારી કરી લીધી છે. આ વાયરસથી બચવા માટે અમેરિકાએ આફ્રિકન દેશોની કોઈપણ પ્રકારની યાત્રા પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી છે. રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે તેની જાહેરાત સોમવારે કરવામાં આવશે.

ALSO READ

Related posts

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk

આળસી તંત્ર / કોરોના સહાય માટે દરદર ભટકી રહ્યા છે અરજદારો, તંત્રની સામે પ્રજા લાચાર

GSTV Web Desk

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!