GSTV
Home » News » Fathers Day 2019 : શા કારણે ઉજવવામાં આવે છે ફાધર્સ ડે, જાણો રોચક કહાની

Fathers Day 2019 : શા કારણે ઉજવવામાં આવે છે ફાધર્સ ડે, જાણો રોચક કહાની

આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં માતાનું સ્થાન સૌથી ઉંચુ છે પણ એનો અર્થ એવો જરા પણ નથી કે બાળકને ઉછેરવામાં પિતાની કોઈ જ ભૂમિકા હોતી નથી.આપણે જેટલું માન સન્માન એક માં ને આપીએ છીએ એટલું કદાચ પિતાને આપતા નથી. હકીકતમાં તો એક પિતા જ સમગ્ર ઘરની સંભાળ અને જરૂરિયાતનું ધ્યાન રાખે છે.



એના માટે ભલે ગમે તેટલી તકલીફો સામે લડવાનું થાય તો પણ તે સંઘર્ષ કરે છે. બાળકને જ્યારે પણ કોઈ તકલીફ પડે છે ત્યારે માતાને તો દુ:ખ થાય છે તો શું એક પિતાને દુ:ખ થતુ નહીં હોય ?

હાં એ વાત અલગ છે કે પિતા હોવાને સંબંધે તે દુનિયાની સામેપોતાના આંસુ બતાવી શકતો નથી.આવતીકાલે ફાધર્સ ડે છે તો આવો જાણીએ શું કામ આ દિવસને મનાવવામાં આવે છે.ફાધર્સ ડે દુનિયામાં પિતાને સન્માન આપવા માટે મનાવવામા આવે છે. આ દિવસ જૂન મહિનાનાં ત્રીજા રવિવારે આવે છે.

ફાધર્સ ડે સૌ પ્રથમ 19 જૂન 1910 માં વૉશિંગ્ટનનાં સ્પોકેન શહેરમાં ઉજવવામાં આવ્યો હતો. તેને પાછળ એક કહાની છે. હકીકતમાં સોનોરાની માતાનાં મૃત્યુ પછી તેના પિતા એકદમ ઉદાશ રહેતાં તેમ છતાં તેમણે દિકરીનાં ઉછેરમાં કોઈ જ ઉણપ રાખી ન હતી. દિકરીની તમામ ઈચ્છાઓ અને જરૂરીયાત તેમણે બહુ સારી રીતે નિભાવી.

આ ઘટના બાદ દિકરીને પોતાના પિતા પ્રત્યે ખૂબ જ માન થવા લાગ્યું. તેણે નિર્ણય કર્યો કે જો એક માતા માટે મધર્સ ડે ઉજવાતો હોય તો પછી પિતા માટે ફાધર્સ ડે કેમ ન ઉજવાય ?

બસ પછી તો શું તેણે તો ફાધર્સ ડે ઉજવવાનું ચાલુ કર્યુ

ત્યારપછી તો 1916 માં અમેરિકાનાં રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને પણ આ દિવસ ઉજવવાની માન્યતા આપી દિધી. ત્યારબાદ 1924 માં રાષ્ટ્રપતિ  કૈલ્વિન કુલિઝે તેને રાષ્ટ્રીય આયોજન પણ જાહેર કરી દીધું.

1966માં પહેલી વાર રાષ્ટ્રપતિ લિંડન જૉન્સને જૂન મહીનાનાં ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવાનું નક્કી કર્યું. જો કે 1972માં  રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન દ્વારા નિયમિત રીતે ફાધર્સ ડે જાહેર કરવામાં આવ્યો.

Read Also

Related posts

યોગી સરકારની 25 લાખની સહાય સામે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનો મુખ્યમંત્રીને મળ્યા વગર નહીં કરે દિકરીનો અંતિમ સંસ્કાર

Mayur

પાલીતાણામાં પણ બની દુષ્કર્મની ઘટના, નરાધમે 12 વર્ષની બાળાને ઘેનની દવા આપી પીખી નાંખી

Mayur

રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીએ પકડ્યું જોર, મહાનગરોમાં ફુંકાયો હાડ થીજવતો પવન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!