GSTV
Home » News » Father’s Day: ભારતીય ક્રિકેટમાં આ છે બાપ-દીકરાની પ્રખ્યાત જોડીઓ

Father’s Day: ભારતીય ક્રિકેટમાં આ છે બાપ-દીકરાની પ્રખ્યાત જોડીઓ

ભારતમાં ક્રિકેટ એક ધર્મની જેમ છે અને ક્રિકેટના પ્રશંસકોએ ક્રિકેટરોને ભગવાનનું પદ આપ્યું છે. આટલી મોટી આબાદીવાળા દેશમાં કેટલાંક ગણ્યા ગાઠ્યા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા માટે તક મળે છે. ભારતીય ક્રિકેટમાં એવા પિતા-પુત્રની જોડીઓ ખૂબ જ ઓછી છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર આક્રમક પ્રદર્શન કર્યુ હોય.

ભારતીય ક્રિકેટમાં પિતા મોટા ક્રિકેટર રહ્યા હોય તો પુત્ર તેમના રસ્તા પર ચાલી બહુ મોટું કામ કમાવી શક્યો નહી હોય. અથવા પછી એવું થયુ હોય કે પુત્ર પોતાના પિતાથી આગળ નિકળી ક્રિકેટમાં મોટો ખેલાડી બન્યો હોય. પિતા અને પુત્રએ બંનેએ ક્રિકેટમાં કાંદા કાઢ્યા હોય તેવું ક્યારેક જ બન્યુ છે.

ઈફ્તિખાર અલી ખાન અને મંસૂલ અલી ખાન પટૌદી

ભારતીય ક્રિકેટમાં પટૌદી સિનિયરના નામે ઓળખાતા ઈફ્તિખાર અલી ખાન પટૌદી એક એવા ક્રિકેટર રહ્યાં છે, જેમણે ભારત અને ઈગ્લેન્ડ બંને માટે ક્રિકેટ રમત રમી હતી. પટૌદી સીનિયરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એશિજ શ્રેણીના પોતાના પર્દાપણ ટેસ્ટ મેચમાં સદી બનાવી હતી. તેમણે ઈગ્લેન્ડ અને ભારત બંને માટે ત્રણ-ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે જુનિયર પટૌદીને તેમના નિર્ભય નેતૃત્વ ક્ષમતાને કારણે ‘ટાઈગર પટૌદી’ કહેવામાં આવે છે. ટાઈગર પટૌદી ફક્ત 21 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા અને 40 ટેસ્ટ મુકાબલામાં તેમણે ભારતનું નેતૃત્વ કર્યુ. ટાઈગર પટૌદીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1967માં ન્યૂઝીલેન્ડને તેના ઘરમાં હરાવી વિદેશી ધરતી પર પોતાની જીત નોંધાવી હતી.

લાલા અમરનાથ અને મોહિન્દર અમરનાથ

ભારત માટે રમનારા પિતા-પુત્રની સૌથી સફળ જોડી તરીકે લાલા અમરનાથ અને મોહિન્દર અમરનાથ છે. લાલા અમરનાથે ક્રિકેટમાં આઝાદ ભારતના પ્રથમ સુકાની તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું. લાલા અમરનાથે ભારત તરફથી 24 ટેસ્ટ મેચ રમી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે તેમણે ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદીકર્તા, કોચ અને મેનેજર જેવી ભૂમિકાઓ પણ નિભાવી છે. તેમના પુત્ર મોહિન્દર અમરનાથ ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક છે. તેમણે 1983માં ભારતના પ્રથમ વિશ્વ કપને જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારત માટે તેમણે 69 ટેસ્ટ મેચ રમ્યા. જેમાં તેમણે 11 સદીની સાથે 4378 રન બનાવ્યાં. તેમણે 85 વન-ડેમાં 2 સદી અને 13 અર્ધસદી સાથે 1924 રન બનાવ્યા હતાં.

વિજય માંજરેકર અને સંજય માંજેકર

ફાસ્ટ બોલિંગમાં બહેતરીન અંદાજમાં સામનો કરનારા ભારતના પ્રમુખ ક્રિકેટરોમાં વિજય માંજેકરની ગણના થાય છે. વિજયે ભારત માટે 1952માં પદાર્પણ કર્યુ હતું. તેમણે પોતાની કારકિર્દીમાં રમેલી 55 ટેસ્ટ મેચમાં 7 સદી અને 15 અર્ધસદીની મદદથી 3208 રન બનાવ્યા છે. જોકે, તેના પુત્ર સંજય માંજેકરે પોતાના પિતા મુજબ ક્રિકેટ રમી.પરંતુ તેઓ સફળ ડેસ્ટિનેશન પ્રાપ્ત કરી શક્યા નહીં.

સુનીલ ગાવસ્કર અને રોહન ગાવસ્કર

સુનીલ ગાવસ્કરની ગણના વિશ્વના મહાન ક્રિકેટરોમાં કરાય છે. તેમણે ભારત માટે રમી સ્થપાયેલા રેકોર્ડને તોડ્યા અને નવા રેકોર્ડ બનાવ્યાં. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન અને 30 સદી બનાવનારા પ્રથમ ક્રિકેટર છે. તેમણે ભારત માટે 125 ટેસ્ટ મેચોમાં 34 સદી અને 45 અર્ધસદીની સાથે 10,122 રન બનાવ્યા છે. તેમણે દેશ માટે 108 વન-ડે મેચોમાં 1 સદી અને 27 અર્ધસદી સાથે 3092 રન બનાવ્યા છે. તેમના પુત્ર રોહન ગાવસ્કરે પણ ભારત તરફથી ક્રિકેટ માટે સપનું જોયું હતું. પરંતુ તેઓ સફળ થયા નહીં.

યોગરાજસિંહ અને યુવરાજસિંહ

ભારતીય ક્રિકેટમાં પિતા-પુત્રની જોડીઓ ખૂબ જ રસપ્રદ છે. યુવરાજના પિતા યોગરાજે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતાં અને ભારતીય ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યાં હતાં. પરંતુ તેઓ એક ટેસ્ટ અને 6 વન-ડે મેચમાં જ દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યા હતાં. યોગરાજ અને કપિલ દેવે એકસાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું. યોગરાજસિંહની સાથે રમનારા ક્રિકેટરોએ આ વાતનો હંમેશા સ્વીકાર કર્યો છે કે તેમનામાં શાનદાર ખેલાડી બનવાની ક્ષમતા હતી. પરંતુ તેઓ પોતાની પ્રતિભાની સાથે ન્યાય કરી શક્યા નહીં. ક્રિકેટની કારકિર્દીથી બોધપાઠ લઇ તેમણે પોતાના પુત્ર યુવરાજને આક્રમક ક્રિકેટર બનાવવાનો સંકલ્પ કર્યો અને તેને પૂર્ણ પણ કર્યો. વિશ્વ ક્રિકેટને યુવરાજસિંહના રૂપમાં એક આક્ર્મક બેટ્સમેન મળ્યો. યુવરાજસિંહે ભારતને 2 વિશ્વ કપ ખિતાબ (2007માં T20 WC અને 2011માં ODI WC) જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ બે મોટી સફળતા સિવાય યુવરાજસિંહે ઈગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડની એક ઓવરના 6 બોલમાં 6 છગ્ગા ફટકારી ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ ગોલ્ડન અક્ષરોમાં નોંધાવી દીધું.

રોજર બિન્ની અને સ્ટુઅર્ટ બિન્ની

ભારતીય ક્રિકટમાં અત્યાર સુધી જેટલા પણ ખેલાડીઓ છે, તેમાં રોજર બિન્નીનું નામ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં ગણાય છે. રોજર બિન્ની પ્રતિભાનો અંદાજ તે બાબત પરથી લગાવી શકાય કે 1983ના વિશ્વ કપમાં તેમણે વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરો વચ્ચે સૌથી વધારે 18 વિકેટ ખેરવી હતી. ભારતે પ્રથમ વિશ્વ કપની ખિતાબી જીતમાં રોજર બિન્નીએ એક હિરોની ભૂમિકા નિભાવી હતી. તેમણે ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન-ડે મેચોમાં અનુક્રમે 830 અને 629 રન બનાવ્યા છે. તો બોલિંગમાં તેમણે અનુક્રમે 47 અને 77 વિકેટ પ્રાપ્ત કર્યા છે. પોતાના પિતા રોજરની જેમ સ્ટુઅર્ટ બિન્ની પણ મીડિયમ પેસ બોલિંગ અને જમણા હાથથી બેટિંગ કરે છે, પરંતુ તેઓ પોતાના પિતાની જેમ સફળતા પ્રાપ્ત કરી શક્યા નહીં.

સચિન તેંડુલકર અને અર્જુન તેંડુલકર

વિશ્વ ક્રિકેટમાં ભગવાનનું પદ પ્રાપ્ત કરનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વિશે શું કહી શકાય. તેઓ ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. તેઓ દુનિયાના માત્ર એક એવા બેટ્સમેન છે, જેમના નામે 100 સદી નોંધાઈ છે. તેઓ ટેસ્ટ (200 મેચમાં 15,921 રન, 51×100, 68×50) તથા વન-ડે (463 મેચમાં 18,426 રન 49×100, 96×50)માં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર છે. સચિનના પુત્ર અર્જુને પણ પિતાના પગલા પર ચાલી ક્રિકેટને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી છે. અર્જુન અત્યારે ફક્ત 18 વર્ષના છે અને તેમણે હાલમાં શ્રીલંકાના પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમમાં પંસદ કરવામાં આવ્યા છે. અર્જુન એક સારા ખેલાડી છે અને ડાબા હાથથી ઝડપી બોલિંગની સાથે ડાબા હાથથી બેટિંગ પણ કરી શકે છે. અર્જુન પોતાના પ્રદર્શનના જોરે ભારતીય ટીમમાં સ્થાન બનાવી શકે છે કે નહીં તેનો જવાબ ભવિષ્યમાં છુપાયેલો છે.

Related posts

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur

આ કારણે Secret Game 2માં મેકર્સે નથી દર્શાવ્યા બોલ્ડ અને સેક્સ સીન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!