GSTV
Home » News » ફાધર્સ ડે પર સંજુ ફિલ્મનો વીડિયો આવ્યો સામે ઓનસ્ક્રિન સુનીલ દત્ત અને સંજુબાબાની જાદુ કી જપ્પી જોવા મળી

ફાધર્સ ડે પર સંજુ ફિલ્મનો વીડિયો આવ્યો સામે ઓનસ્ક્રિન સુનીલ દત્ત અને સંજુબાબાની જાદુ કી જપ્પી જોવા મળી

સંજય દત્ત અને સુનીલ દત્ત. આ બે પિતા પુત્ર વચ્ચેનું બોન્ડિંગ તો તમે જાણતા જ હશો. સુનીલ દત્તે છેલ્લી ફિલ્મ પણ પુત્ર સંજય દત્ત સાથેની મુન્નાભાઇ એમબીબીએસ કરી હતી. જેમાં બંન્નેએ પિતા પુત્રનો રોલ પ્લે કરેલો. ત્યારે આ પ્રેમ ફાધર્સ ડે પર ફરી જીવંત થયો છે.

આજે ફાધર્સ ડે પર સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુનો વધુ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સંજય દત્ત બનતા રણબીર કપૂર અને સુનીલ દત્ત બનતા પરેશ રાવલે મુન્નાભાઇ એમબીબીએસનો આઇકોનીક સીન જાદુ કી જપ્પીને જીવંત કર્યો છે.

ઇમોશનલ અંદાજમાં ફિલ્માવવામાં આવેલો આ સીન ફાધર્સ ડે પર કોઇ પણ કઠણ હ્નદયના વ્યક્તિની આંખોમાં આંસુ લાવી દેશે. સુનીલ દત્તની 25 મેના રોજ ડેથ એનિવર્સરી વખતે પણ સંજય દત્તે સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. ત્યારે આજે ફાધર્સ ડે પર મેકર્સે સંજુ ફિલ્મનો વધુ એક વીડિયો શેર કરી  ફેન્સની ફિલ્મ જોવાની ઉત્સુકતામાં વધારો કર્યો છે.

Related posts

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!