GSTV

Father’s day 2021 / પિતાને ગિફ્ટમાં આપો આ 4G ફોન, જાણો તેના ફિચર્સ અને કિંમત

Last Updated on June 19, 2021 by Zainul Ansari

રવિવારે એટલે 20 જૂનના રોજ ફાધર્સ ડે અને જો તમે તમારા પિતા માટે સારી ગિફ્ટ શોધી રહ્યા છો, તો આજે અમે તમને ફોનના કેટલાક વિશેષ ફિચર્સ વિશે જણાવી રહ્યા છીએ, જે 4જી સ્પીડ અને કીપેડને કારણે ઓપરેટ કરવું સરળ છે. તેમા વોટ્સએપ પણ વાપરી શકાય છે. અમે ફીચર ફોન્સ વિશે વાત કરી રહ્યા છીએ.

જોકે ભારતમાં ઘણા ફિચર ફોન્સ અવેલેબલ છે, આ અઠવાડિયામાં આઈટેલ બ્રાન્ડે પણ પોતાનો 4જી ફોન રજૂ કર્યો છે, જેને તમે તમારા પિતાને ગિફ્ટ તરીકે આપી શકો છો. સ્માર્ટફોનની જેમ ફિચર ફોન્સની પણ પોતાની અલગ ખૂબીઓ છે, જેના કારણે તે હજી પણ ભારતમાં લોકપ્રિય છે. ચાલો આવા ફોન વિશે જાણીએ.

Nokia 215 4G Dual SIM 4G Phone

નોકિયાનો આ ફોન 4જી કનેક્ટિવિટી સાથે આવે છે. આ ફોનમાં એરટેલ, જિઓ, વોડાફોન વગેરે સિમ ઇન્સ્ટોલ કરી શકાય છે. તેમા લોન્ગ લાસ્ટિંગ બેટરી છે. તેને એમેઝોન પરથી 2,949 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનમાં 2.4 ઇંચની ક્યુવીજીએ ડિસ્પ્લે છે. તેમાં 64 એમબી રેમ અને 128 એમબી સ્ટોરેજ છે. ઉપરાંત 32 જીબી એસડી કાર્ડ પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. તેમાં 1150 mAhની બેટરી મળે છે.

Itel Magic 2 4G

આઈટેલે આ અઠવાડિયે Itel Magic 2 લોન્ચ કર્યું છે, જે 4જી સપોર્ટ સાથે આવે છે. આ ફિચર ફોનની કિંમત 2349 રૂપિયા છે. આ ફિચર ફોનમાં 2.4 ક્યુવીજીએ ડિસ્પ્લે છે. આ ફોનમાં 128 એમબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 64 જીબી એસડી કાર્ડ ઇન્સ્ટોલ કરી શકાય છે. આ ફોનમાં કિંગ વોઇસ ફિચર છે. તેમાં યુઝર્સ 2 હજારથી વધુ કોન્ટેક્ટ સેવ કરી શકે છે. ઉપરાંત, તેમાં 1900 એમએએચની બેટરી છે, જે 24 દિવસના સ્ટેન્ડબાય બેકઅપ સાથે આવે છે. તેમાં 1.3 મેગાપિક્સલનો રીઅર કેમેરો છે.

Reliance jio phone

રિલાયન્સ જિયો ફોનમાં 2.4 ઇંચનું ડિસ્પ્લે છે અને તેની કિંમત 1499 રૂપિયા છે. આ કિંમત સાથે એક વર્ષ સુધી અનલિમિટેડ કોલ્સ અને ડેટા મળે છે. તેમાં વોટ્સએપ, યુટ્યુબ અને 4જી કનેક્ટિવિટી છે. તેમાં 512 એમબીની રેમ છે. તેમાં બે કેમેરા છે, જેમાંથી એક બેક પેનલ પર છે, જે 2 મેગાપિક્સલનો છે અને બીજો 0.3 મેગાપિક્સલનો કેમેરો છે.

Read Also

Related posts

10 કરોડમાં વેચાયો હતો આ 1 રૂપિયાનો સિક્કો, જો તમારી પાસે પણ છે આવા સિક્કા તો બની શકો છો કરોડપતિ

Damini Patel

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!