GSTV

દીકરી પર દુષ્કર્મ આચરાયાની જાણ થતાં પિતાએ કરી લીધી આત્મહત્યા, ન સહન કરી શક્યા દીકરીનું દુખ

રેપ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા પર બાજુના જ ગામ વાળા શખ્સ દ્વારા ધાકધમકી આપી બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. એટલું જ માત્ર નહીં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની તેના પિતાને જાણ થઈ જતાં પિતાએ પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હોવાનું પણ સામે આવ્યું હતું.

છરીની અણીએ સગીરા પર દુષકર્મ

વરવાળા ગામમાં રહેતી એક સગીરા કે જે હાલ પુખ્ત વયની થઈ છે પરંતુ આજથી છ માસ પહેલા તેણીને છરીની અણીએ ધમકી આપી બાજુના જ વિલાસપુર ગામ માં રહેતો અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામનો શખ્સ કે જેણે બે વખત સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ અંગેની કોઈને જાણ કરશે તો તેના ભાઈ તથા પિતાને મારી નાખશે, તેવી ધમકી આપી હતી.

દિકરી સાથે બળાત્કારની જાણ થતા પિતાએ પી લીધી ઝેરી દવા

Corona

પરંતુ ડરના કારણે સગીરા જે તે વખતે ચૂપ રહી હતી, પરંતુ તાજેતરમાં જ ગત ૨૨ મી તારીખે સગીરાના પિતાને દુષ્કર્મ અંગેની જાણકારી મળી ગઈ હતી, જેથી તેઓ આઘાતમાં સરી પડયા હતા અને પિતાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનું પગલું ભરતાં તેને સૌ પ્રથમ સારવાર માટે ઉપલેટા અને ત્યારબાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગત તા.૩૦ના દિવસે મૃત્યુ નીપજયું હતું.

જે આત્મહત્યા ના બનાવની જામજોધપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી અને સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું માલુમ પડતા આખરે આજે જામજોધપુર પોલીસ મથકમાં આરોપી અશ્વિન ભીમશીભાઇ વાઢીયા સામે આઇપીસી કલમ ૩૭૬ (૨),એન.૫૦૬-૨, અને પોક્સો એક્ટ ની કલમ ૪,૬ મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી છે. આ બનાવને લઇને નાના એવા વરવાળા ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. જામજોધપુર પોલીસે વિલાસપુર ગામ માં પહોંચી જઈ આરોપી અશ્વિન વાઢીયાની શોધખોળ હાથ ધરી છે.

Read Also

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!