GSTV

પિતા-પુત્રનો રાજકીય ડ્રામા યથાવત : મહેન્દ્રસિંહે કહ્યુ, મારા પિતાને મારી ચિંતા હોય તે સ્વાભાવિક છે

Last Updated on July 18, 2019 by Alap Ramani

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય  મહેન્દ્રસિંહ વાઘેલા અને પિતા શંકરસિંહ વાઘેલાનો રાજકીય ડ્રામા આજે પણ યથાવત જોવા મળ્યો છે.ભાજપમાં જોડાયા બાદ પ્રથમ વખત મહેન્દ્રસિંહ વાઘેલા મીડિયા સમક્ષ આવ્યા હતા.અને પોતાના પિતા નારાજ ન હોવાની વાત કહેતા જોવા મળ્યા હતા.જોકે શંકરસિહને પિતા તરીકે ચિંતા હોવાની વાત કહી હતી.

બાયડથી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ ગઈકાલે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.જોકે બાદમાં પિતા શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સમક્ષ આવીને મહેન્દ્રસિંહના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. મહેન્દ્રસિંહે ભાજપમાં જોડાતા પહેલા કાર્યકરોની મરજી જાણવી જોઈએ તેમ કહ્યુ હતુ. જેના પર જવાબ આપતે મહેન્દ્રસિંહ કહ્યુ કે મારા પિતાને મારી ચિંતા હોય તે સ્વાભાવિક છે.પંરતુ તેઓ નારાજ નથી.આ સિવાય તેમણે પોતાન પર કોઈપણ પ્રકારનું દબાણ ન હોવાની પણ વાત કહી હતી.

Related posts

પિંક પોલ્યૂશન / નદી, તળાવ, વૃક્ષ, છોડ થયા ‘ગુલાબી’, માનવીઓના લોભના કારણે પર્યાવરણને થઇ રહ્યું છે ભારે નુકશાન

Zainul Ansari

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!