GSTV
Home » News » બેટા આજે હું જેલમાં જવાનો છું ક્યારે આવીશ ખબર નહીં!, પિતા-પુત્રનું હૈયાફાટ રૂદન જોઈ પોલીસકર્મીની આંખો ભીની થઈ ગઈ

બેટા આજે હું જેલમાં જવાનો છું ક્યારે આવીશ ખબર નહીં!, પિતા-પુત્રનું હૈયાફાટ રૂદન જોઈ પોલીસકર્મીની આંખો ભીની થઈ ગઈ

૧૦ વર્ષના માસૂમ પુત્રને જ્યારે ખબર પડી કે ગઇકાલે તેના પિતાએ કંઈ જ ખાધું નથી ત્યારે બાળકે આજે જાતે પિતાના મોંઢામાં કોળિયા મૂકી જમાડયા હતા અને આ દ્રશ્ય જોઈને ખૂંખાર ગુનેગારોને ડરાવતા ખાખી વર્દીધારી પોલીસના દિલ પણ પીગળી ગયા હતા. આજે જેલમાં જતાં એ પિતાને વળગીને રડતા બાળકને મહિલા કોન્સ્ટેબલે શાંત પાડયો હતો. આ અંગેની વિગત એવી છે કે, ગાજરાવાડી સુએઝ પંપીગ સ્ટેશન પાસે રહેતા શ્રમજીવી પરિવારમાં થયેલા ઘરકંકાસે ૧૦ વર્ષના માસૂમ બાળકના શિરેથી માતા-પિતાનું છત્ર છીનવી લીધુ છે. માતાના મોત અને પિતાના જેલવાસે ૧૦ વર્ષના બાળકની જિંદગીમાં આઘાતનો ખળભળાટ મચાવી દીધો છે. પરંતુ આવા વિપરીત સંજોગોમાં પોલીસ ડિપાર્ટમેન્ટે બાળકની પડખે ઊભા રહીને તેને સહારો પૂરો પાડયો છે.

આવેશમાં આવી જઈ સગર્ભા પત્નીની હત્યા કરી નાખી

આવેશમાં આવીને સગર્ભા પત્નીની હત્યા કરનાર ભરતની ગઈકાલે પોલીસે ધરપકડ કર્યા પછી પાણીગેટ પોલીસ સ્ટેશનના  લોકઅપમાં તેને રાત્રે રાખવામાં આવ્યો હતો. પરંતુ, પુત્રની ચિંતામાં તેને ગઈકાલે કંઈ જ ખાધું ન હતુ. આજે સવારે ભરતને એ.સી.પી. ઈ  ડિવિઝનની ઓફિસે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના પુત્રને રાખવામાં આવ્યો છે.

પિતાના મોઢામાં કોળિયા મૂકી તેમને વ્હાલથી જમાડયા

ભરતે પુત્રને કહ્યું હતું કે આજે હું જેલમાં જવાનો છું ફરી ક્યારે મળીશું તે ખબર નહી અને ધુ્સકે ધુ્સકે રડી પડયો હતો. ત્યારે પુત્ર પણ રડી પડયો હતો. અને આજે તેને સ્કૂલે જવાની ના પાડી  પિતા સાથે જ રહેવાની ઈચ્છા વ્યકત કરી હતી.  જેથી બાળકને આજે સ્કૂલે મોકલવામાં આવ્યો ન હતો. પુત્રને ખબર પડી કે મારા પિતાએ ગઈકાલે પણ કંઈ ખાધુ નથી તેથી તેણે જાતે પિતાના મોઢામાં કોળિયા મૂકી તેમને વ્હાલથી જમાડયા હતા. અને આ દ્રશ્ય જોઈને હાજર પોલીસ જવાનોની  આંખો પણ ભીની થઈ ગઈ હતી.

પોલીસે પણ દાખવી આ માનવતા

આજે બપોર પછી ભરતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તે સમયે માસૂમ બાળકના રૃદને ત્યાં હાજર લોકોની આંખોમાં પણ ઝળઝળીયા લાવી દીધા હતા. માસુમ બાળકને માંડ માંડ  શાંત કરવામાં આવ્યો હતો. બપોર પછી બાળકને એસીપીની ઓફિસની બાજુમાં આવેલા ફલેટમાં રહેવા માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યાં એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!