ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ‘નરબલી’ની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આરોપ છે કે નવરાત્રિ દરમિયાન એક પિતાએ પોતાની જ 14 વર્ષની પુત્રીનું બલિદાન આપ્યું હતું. તેને આશા હતી કે તાંત્રિક ક્રિયા દ્વારા તે તેને ફરીથી જીવિત કરશે. પરંતુ બલિદાન આપ્યા બાદ જ્યારે તેના જાદુગરો ફરી પુત્રીના શ્વાસ પરત ન લઈ શક્યા ત્યારે આરોપીઓએ તેના અંતિમ સંસ્કાર કરી દીધા. હવે રહસ્ય ખુલ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી આવી ઘણી વસ્તુઓ મળી આવી છે, જેમાં માનવ બલિદાન અને તંત્ર-મંત્રના સંકેતો મળ્યાછે. ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામની છે. અહીં કોઈએ પોલીસને યુવતીની હત્યાની જાણ કરી હતી.

પોલીસને જણાવ્યું હતું કે, સુરતમાં રહેતો ભાવેશભાઈ અકબરી નામનો શખ્સ છ માસ પહેલા તેના વતન ગામમાં રહેવા આવ્યો હતો. તેમની પુત્રી 9મા ધોરણમાં ભણતી હતી. એવી આશંકા છે કે નવરાત્રિમાં અષ્ટમીના દિવસે પિતાએ તેનો બલિ ચઢાવ્યો હતો. ખેતરમાંથી ખોપરી સહિત અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.
વરિષ્ઠ અધિકારીઓ સહિત પોલીસ કેસની તપાસમાં લાગેલી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ખોપરી, રાખ અને કેટલાક કપડાં પણ મળી આવ્યા હતા. જોકે, પોલીસને હજુ સુધી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ સિવાયના નક્કર પુરાવા મળ્યા નથી. એવી આશંકા છે કે નવરાત્રિ દરમિયાન બાળકીનું બલિદાન આપવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે બલિદાન બાદ મૃતદેહને ચાર દિવસ સુધી ધાબળામાં લપેટીને રાખવામાં આવ્યો હતો. તેને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અસફળ રહેતાં, રાત્રે ગુપ્ત રીતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસ હવે પરિવારજનોની પૂછપરછ કરીને સત્યનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બાળકીના ગુમ થવા અંગે કોઈએ ફરિયાદ નોંધાવી નથી. પોલીસ બે દિવસથી ગામમાં તપાસ કરી રહી છે.

પ્રાથમિક માહિતીમાં આ માનવ બલિદાનની ઘટના છે. જો કે હજુ તપાસ ચાલુ છે. સ્થળ પરથી જપ્ત કરાયેલ વસ્તુઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. હાલમાં યુવતીના પિતા અને પરિવાર વારંવાર નિવેદન બદલી રહ્યા છે. ચાર લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
આ મુદ્દે પોલિસે એફઆઇઆર પણ દાખલ કરી છે. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે, ધૈર્યા નામની 14 વર્ષની દીકરીને તેના શરીરમાં કોઇ વળગાડ છે એવી આશંકા રાખીને વળગાડ કાઢવા માટે તાંત્રિક વિધિ કરાવી છે. તાંત્રિક વિધિ માટે પોતાની ચકલીધાર નામે ઓળખાતી વાડીએ ધૈર્યાને લાવીને તેના જૂના કપડાં સળગાવીને ધૈર્યાને બે કલાક સુધીઆગ પાસે ઊભી રાખીને તેમજ શેરડીના વાડમાં લાકડી તથા વાયર વડે માર મારીનેતેના વાળમાં લાકડી બાંધીને બે ખૂરશી વચ્ચે બે કલાક ભૂખ્યા તરસ્યા બેસાડી રાખીને મોત નિપજાવવામાં આવ્યું છે. આ મોત નિપજાવ્યાની કોઇને જાણ ન થાય તે માટે મરણ જનાર ધૈર્યાની લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટ નાંખીને લાશને ફોર વ્હીલરની ડેકીમાં મૂકી મૃતકને ચેપી રોગ થયો છે એમ કહી બારોબાર સ્મશાન લઇ જઇ અંતિમ વિધિ કરીને પૂરાવાનો નાશ કર્યો છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો