જો દીકરાની ઉંમર 18 વર્ષની થઈ જાય છે ત્યારે પણ પિતાની તેના પ્રત્યેની જવાબદારી પૂરી થઈ જતી નથી. પુત્ર પુખ્તાવસ્થા પ્રાપ્ત કર્યા પછી તેના શિક્ષણ અને અન્ય તમામ ખર્ચા ઓ એકલી માતા પર નાંખી શકાતા નથી. પિતાએ પણ પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ કહ્યું હતું. આ સાથે કોર્ટે છોકરાના પિતાને તેની માતાને દર મહિને 15,000 રૂપિયા આપવા કહ્યું છે, જેની સાથે તેણે છૂટાછેડા લીધા છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી છોકરો ગ્રેજ્યુએશન પૂર્ણ નહીં કરે અથવા કમાણી શરૂ ન કરે ત્યાં સુધી પિતાએ આ ભથ્થું ચૂકવવું પડશે.

પિતા આ બાબતે આંખ બંધ ના કરી શકે કે હવે ભણવાના ખર્ચા વધી રહ્યા
કોર્ટે કહ્યું કે પિતા આ બાબતે આંખ બંધ ના કરી શકે કે હવે ભણવાના ખર્ચા વધી રહ્યા છે. જીવન ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પુત્રના ભણતર અને પોતાની ખર્ચની જવાબદારી એકલા માતા પર નાખવી ખોટું હશે. 2018 ની શરૂઆતમાં, ટ્રાયલ કોર્ટે મહિલાની અરજી નામંજૂર કરી દીધી હતી અને પિતાએ પુત્રના શિક્ષણ માટે ચૂકવણી કરવાની વાતનો ઇન્કાર કર્યો હતો. જોકે, કોર્ટે પિતાને સગીર પુત્રીનો ખર્ચ ચૂકવવા આદેશ આપ્યો હતો.
છોકરો કમાણી કરતો ન થાય ત્યાં સુધી અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ થાય ત્યાં સુધી પિતા ખર્ચ ચૂકવે
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું કે જ્યારે છોકરો પુખ્તાવસ્થામાં આવે છે ત્યારે માતાએ તેની સંભાળ લેવી જોઈએ, પરંતુ તેના અભ્યાસ સહિત અન્ય તમામ ખર્ચ માટે તેની આવક નથી. આવી સ્થિતિમાં, છોકરો કમાણી કરતો ન થાય ત્યાં સુધી અથવા તો ગ્રેજ્યુએશન પૂર્ણ થાય ત્યાં સુધી પિતાએ તેની આવકમાંથી જરૂરી ખર્ચ ચૂકવવો જોઈએ.

રોજગાર ન મળે અથવા લગ્ન ન થાય ત્યાં સુધી પુત્રી હકદાર
જણાવી દઈએ કે આ દંપતીએ નવેમ્બર 1997 માં લગ્ન કર્યાં હતાં અને બંનેને બે સંતાન પણ હતાં. આ પછી, નવેમ્બર 2011 માં બંને અલગ થઈ ગયા. હવે પુત્ર 20 વર્ષનો છે, જ્યારે પુત્રી 18 વર્ષની છે. ફેમિલી કોર્ટના આદેશ અનુસાર, પુત્ર 18 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી પિતા પાસે પૈસા માગવાનો હકદાર છે. આ સિવાય થોડું રોજગાર ન મળે અથવા લગ્ન ન થાય ત્યાં સુધી પુત્રી હકદાર છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે બંને બાળકો તેમની માતા સાથે રહે છે. આવી સ્થિતિમાં જીવન નિર્વાહ ખર્ચ આપવાનો એ હેતુ છે કે ખાવા પીવા અને જરૂરી ખર્ચની કોઈ અછત ના પડે.
18 વર્ષનો છોકરો પોતાના પગભર ના હોય
ન્યાયાધીશે કહ્યું કે અદાલત એ હકીકત તરફ આંખો બંધ કરી શકતી નથી કે 18 વર્ષની ઉંમરે છોકરો પોતાના પગ પર ઊભો રહી શકતો નથી. આ ઉંમરે તે ફક્ત 12મું પાસ થયો હોય છે. તે પછી તેની માતાએ તેનો ખર્ચ સહન કરવો પડે છે. તેથી આપણે એમ કહી શકતા નથી કે પુત્ર તરફ પિતાની જવાબદારી 18 વર્ષની થાય એટલે અટકી જાય છે. આ ઉંમર પછી બાળકનું ભણતર અને અભ્યાસના ખર્ચનો બોઝ એકલા માતાને આપી શકાતો નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલાશે? ભાજપ સાંસદે પીએમ, અમિત શાહ અને સીએમ યોગીને લખ્યો પત્ર
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય
- નાણાકીય વર્ષ 2022-23ની RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોમાં સામાન્ય જનતાને મળ્યો ઝાટકો