GSTV

અજીબોગરીબ મામલો/ સસરા નથી ઈચ્છતા કે વહુને એકેય સંતાન થાય, કારણ જાણી ચૌંકી જશો

દાદા-દાદીનું હંમેશા સપનુ હોય છે કે, તેમના ખોળામાં પૌત્ર-પૌત્ર રમતા હોય. પણ ભોપાલમાં એક દાદા એવા પણ છે, કે તેણે પોતાના દિકરાની વહુના સંતાનોને જન્મ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે એકનાએક દિકરાની વહુ પર બાળકો પૈદા નહીં કરવા પર દબાણ લગાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે, જો એક પણ સંતાન થશે તો તેઓ પોતાની સંપત્તિમાંથી દિકરાને બેદખલ કરશે. લગ્નના સાત વર્ષ બાદ પણ એકેય સંતાન ન આવતા દુ:ખી થયેલી પુત્રવધુએ કુંટુંબ કોર્ટનું શરણુ લીધુ હતું. તેણે કોર્ટ સામે અપીલ કરી હતી કે, તેના સસરાને આ બાબતે સમજાવામાં આવે. ત્યારે હવે કોર્ટે પણ આગામી સુનાવણીમાં સસરાને હાજર રહેવા જણાવ્યુ છે.

આ અજીબો ગરીબ મામલો ભોપાલના એક સેવાનિવૃત અધિકારીના પરિવારનો છે. લગ્નના શરૂઆતના દિવસોમાં તો વહુએ સસરા અને પતિને સમજાવવાની કોશિશ કરી, પણ મામલો થાળે પડ્યો નહીં. સમાજ અને પરિવારના મેણા સાંભળી કંટાળેલી વહુએ આખરે કોર્ટ જવાનું પસંદ કર્યું. છેલ્લા દોઢ મહિનાથી ચાલતી આ સુનાવણીનો હજૂ પણ અંત આવ્યો નથી. તેના કાઉન્સિલરે પતિ-પત્નિને અલગ રહેવા સલાહ આપી હતી, જો કે પતિ માતા-પિતાથી અલગ રહેવા તૈયાર નથી. સસરા પણ માનવા તૈયાર નથી, સાસૂ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા છે.

સસરાએ આ કારણ બતાવ્યું

જ્યારે કાઉન્સિલરે સેવાનિવૃત અધિકારીએ બોલાવ્યુ અને આ સમગ્ર મામલે વાત કરી તો તેણે જણાવ્યુ કે, જો દિકરા અને વહુને ત્યાં સંતાન આવશે તો, તેઓ મારૂ ધ્યાન રાખશે નહીં, મને વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે. દિકરાના લગ્ન મેં છોકરા પૈદા કરવા નથી કર્યા, દિકરા વહુની પહેલી ફરજ મારી સેવાચાકરી કરવાની છે. મારા મર્યા પછી આ લોકો જેટલા બાળકો પૈદા કરવા હોય તેટલા કરી શકે છે. પણ જો અત્યારે વહુને બાળકો જોતા હોય તો મારા દિકરાને છૂટાછેડા આપી અન્ય જગ્યાએ લગ્ન કરી બાળકો પૈદા કરી શકે છે.

READ ALSO

Related posts

ગોલમાલ / નેમપ્લેટ જોઈને બનાવ્યો કોરોનાનો નકલી રિપોર્ટ, અમેરિકી દંપતિને બતાવ્યા પોઝિટીવ, મૃતકને બતાવ્યા સંક્રમિત

Mansi Patel

કચ્છ/ રાજવી પરિવાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે નારાજગી, માતાના મઢમાં પત્રી વિધિ બંધ રખાતા થયો વિવાદ

Pravin Makwana

ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યું ઐતિહાસિક ભૂમિ દાન, 253 વીઘા જમીન મળી દાનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!