આ યુવતી સાથે લગ્ન કરનાર બની જશે અબજોપતિ, પિતા શોધી રહ્યાં છે મૂરતિયો

આજના જમાનામાં પણ જો છોકરી 25 વર્ષની થઈ જાય તો તેના લગ્નની ચિંતા તેના માતા પિતાને થવા લાગતી હોય છે અને આવું ફક્ત મિડલ ક્લાસ ફેમલિમાં જ નહીં પરંતુ અમિર ઘરોમાં પણ થતું હોય છે. અમીરોના ઘરમાં દિકરીઓના લગ્નની ખૂબ ચિંતા કરવામાં આવે છે. અને આના કરતા પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આવું થાય છે. ઘટના થાઈલેન્ડની છે. અહીં એક લાખપતીને પોતાની દિકરીના લગ્નની એટલી ચિંતા છે કે તેમણે એલાન કરી લીધું કે જે તેની દિકરી સાથે લગ્ન કરશે તેને તે 2 કરોડ રૂપિયા આપશે. આરનોન રોડથોન્ગ નામને એક લાખપતિ વ્યક્તિ પોતાની દિકરીને લઈને એટલો પરેશાન છે કે તેણે એલાન કર્યું છે કે જે પણ તેમની દિકરી કાર્નસિતા સાથે લગ્ન કરશે, તે 10 મિલિયન થાઈ બાત (લગભગ 2 કરોડ ભારતીય રૂપિયા) આપશે. બસ શરત એટલી છે કે છોકરો મહેનતી હોવો જોઈએ જે પૈસા કમાવવા માટે મહેનત કરે અને આળસુ બીલકુલ ન હોય. સાથે જ એમ પણ કહ્યું કે છોકરાને તેની ડિગ્રી લાવવાની જરૂર નથી. તેને ફક્ત લખતા અને વાંચતા આવડતું હોવું જોઈએ. રોડર્થાન્ગ પાસે ડૂરિયનના ખેતરો છે જે સૌથી મોંઘા અને બદબુદાર ફળોમાંથી એક છે. આ કામમાં તેમની દિકરી તેની મદદ કરે છે. તેમણે કહ્યું કે તેમની દિકરી માટે એવો છોકરો જોઈએ છે કે જે તેમના કામને સંભાળે. તમને જણાવી દઈએ કે ભારતથી ઉંધુ થાઈલેન્ડમાં છોકરો દહેજ માંગે છે. ત્યારે જ તેના લગ્ન કરાવવામાં આવે છે. પરંતુ રોડથોન્ગ અહીં પોતે છોકરીના લગ્ન કરાવવા માટે 2 કરોડ દહેજ આપવા તૈયાર છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter