GSTV
Home » News » પુત્ર સાથે રહેતા વૃદ્ધને પુત્રવધૂએ આપી ધમકી, વૃદ્ધે લીધું આ પગલું

પુત્ર સાથે રહેતા વૃદ્ધને પુત્રવધૂએ આપી ધમકી, વૃદ્ધે લીધું આ પગલું

નિકોલમાં રહેતા વૃધ્ધે પુત્રવધુના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝઘડાને કારણે પુત્ર અને પુત્રવધુને અલગ રૃમ આપી દીધો હોવા છતાં પુત્રવધુએ ઘરમાં રહેવું ભારે પડશે, એવી ધમકી આપી હતી. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ નિકોલમાં ગ્રીનલેન્ડ રેસીડેન્સીમાં રહેતા અશ્વિનભાઈ એ.ચૌહાણ૯૫૯) મકાન લે-વેચનો વ્યવસાય કરે છે. તેમના પરિવારમાં પત્ની, પુત્ર જોય અને પુત્રવધુ મર્લીનનો સમાવેશ થાય છે. ૨૦૧૮માં પુત્રના લગ્ન બાદ મર્લીનને તેમના સાસુ કોઈ કામ બતાવે તો કરતા ન હતા. મર્લીન તેની બહેન મીનુ અને બનેવી વિશાલની ચઢામણીથી સાસુ સસરાને પરેશાન કરતી હતી.

મર્લીનના ત્રાસને કારણે અશ્વિનભાઈએ મકાનનો એક રૃમ પુત્ર અને પુત્રવધુને આપી દીધો હતો. ૨૨ જુનના રોજ જોય નોકરી પર ગયો હતો ત્યારે મર્લીને અશ્વિનભાઈના રૃમનો દરવાજો જોરજોરથી ખખડાવીને રૃમમાં સામાન મુકવો છે કહીને બિભત્સ ગાળો આપી હતી. આથી કંટાળીને અશ્વિનભાઈએ મેડિકલમાંથી લાવેલ છ ગોળીઓ પી લીધી હતી.

દરમિયાન પડોશીનો ફોન આવતા અશ્વિનભાઈ ઘરની રૃમની બહાર આવ્યા હતા અને પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કર્યો હતો. બાદમાં અશ્વિનભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે અશ્વિનભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં મર્લીન, તેની બહેન મીનુ અને બનેવી વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Read Also

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!