GSTV

ભગવાન આવુ સાસરિયું સૌને આપે/ સસરાએ વહુને ગિફ્ટમાં આપી આલિશાન કાર, ઘરની લક્ષ્મી આગળ દુનિયાની તમામ દોલત ફિક્કી

સમાજમાં વધી રહેલા દહેજના અભિશાપને ખતમ કરવાની જરૂર છે. ત્યારે આ વાતને લઈને એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના છે ઉત્તર પ્રદેશના કાનપુરના ભૌંતીની બિઝનેસમેનના દિકરાના લગ્નની. જ્યાં આ બિઝનેસમેને પોતાના દિકરાના લગ્નમાં દહેજ તો નથી લીધો, પણ વિદાયના ટાણે તેમને પોતાના પુત્રવધુને ભેટ તરીકે શાનદાર આલિશાન લક્ઝૂરિયસ કાર ભેંટમાં આપી સૌ કોઈને વિચારવા મજબૂર કરી દીધા છે.

તેમણે આ ગિફ્ટ આપતા જણાવ્યુ હતું કે, સંસ્કારી વહુની આગળ દુનિયાની તમામ દોલત ફિક્કી લાગે છે. તો વળી સાસરિયા પક્ષનો આટલો પ્રેમ જોઈને વહુ પણ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યુ હતું કે, ભગવાન આવુ સાસરીયુ દરેક દિકરીઓને આપે. ભૌંતી નિવાસી અર્પણ કુમાર ત્રિવેદી ગન હાઉસના માલિક પણ છે.

તેમણે પોતાના એન્જિનીયર દિકરા આદર્શરાજના લગ્ન એક ખેડૂત ચંદ્રમોહનની દિકરી અંજલિ ત્રિવેદી સાથે નક્કી કર્યા હતા. મંગળવારના રોજ સાકેત નગર સ્થિત ગહોઈ ભવનમાં ધૂમધામથી આ લગ્ન થયા હતા. બુધવારે સવારે દુલ્હનની વિદાઈ એક શાનદાર આલિશાન ગાડીમાં થઈ હતી.

ત્યાર બાદ અર્પણ કુમારે પોતાની પુત્રવધુને આ ગાડીની ચાવી ગિફ્ટમાં આપી આશિર્વાદ આપ્યા હતા. આ જોઈને ત્યાં હાજર સૌ કોઈ મહેમાનો પણ વિચારવા લાગ્યા હતા. લોકોને જ્યારે પૂછ્યુ તો તેમણે જણાવ્યુ કે, મારા માટે વહુથી વધારે મોટો કોઈ દહેજ નથી જોઈતો, સારી વહુ ખુદ લક્ષ્મીના રૂપમાં હોય છે.

તેઓ પોતાની વહુ અને તેના પરિવારને અગાઉથી ઓળખે છે. કહ્યુ કે, અમારી વહુ ખૂબ જ સંસ્કારી છે. તેની આગળ દરેક પ્રકારની દોલત ફિક્કી લાગે છે. તે જણાવે છે કે, અમે દહેજ લેવાની એકદમ વિરોધમાં છીએ. તેમણે દિકરીવાળા તરફથી કોઈ પણ પ્રકારની માગ રાખી નથી.

READ ALSO

Related posts

જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલનો આતંક: કરાવ્યું ફાયરિંગ, પોલીસે 4 ઈસમો સામે ગુનો નોંધ્યો

Pritesh Mehta

પ્રભૂતામાં પગલા: ભારતીય ટીમના ઓલરાઉન્ડ વિજય શંકરે મંગેતર વૈશાલી સાથે સાત ફેરા લઈ નવા જીવનની કરી શરૂઆત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!