GSTV

વાઇરલ / પિતાએ બળજબરીથી કરાવ્યો પુત્રીનો વર્જિનિટી ટેસ્ટ, રડતા-રડતા દીકરીએ સંભળાવી પોતાની દર્દનાક વ્યથા..

Last Updated on September 12, 2021 by Zainul Ansari

આજે યુનાઇટેડ કિંગડમનો એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો હાલ સામે આવ્યો છે. અહીં એક પિતાએ બળજબરીપૂર્વક પોતાની પુત્રીનો વર્જિનિટી ટેસ્ટ કર્યો હતો, જેના કારણે યુવતીએ અસહ્ય દુઃખાવાનો અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. યુવતીએ જણાવ્યું કે, આ વર્જિનિટી ટેસ્ટ દરમિયાન તેને એવું લાગ્યું કે જાણે કોઈ તેની સાથે બળાત્કાર કરી રહ્યું છે.

આ કારણોસર કરાયો વર્જિનિટી ટેસ્ટ :

એક અહેવાલ મુજબ એક પિતાએ તેની પુત્રી પર વર્જિનિટી ટેસ્ટ કર્યો હતો કારણકે, તે તેના લગ્ન બાંગ્લાદેશમાં તેના પિતરાઇ ભાઇ સાથે કરાવવા ઈચ્છતો હતો. આ યુવતીની ઉંમર હાલ 19 વર્ષની છે. તેણીએ જણાવ્યું કે, મને હજુ પણ જ્યારે તે ભયજનક ઘટના યાદ આવે છે ત્યારે ડર લાગે છે.

વર્જિનિટી

યુવતીએ સંભળાવી પોતાની દર્દનાક વ્યથા :

યુવતીએ જણાવ્યું કે, આ ઘટના મારા માટે અપમાનથી ઓછી નથી. જ્યારે હું ડૉક્ટરના ક્લિનિકમાં ગઈ ત્યારે તેણે મને કપડાં ઉતારવાનું કહ્યું. એ વખતે મને ખૂબ જ શરમ આવતી હતી પરંતુ, પિતાજીના ડરથી મારે આ કામ કરવું પડ્યું. ત્યારબાદ ડૉક્ટરે મને આપત્તીજનક રીતે સ્પર્શ કર્યો. આ સમય દરમિયાન મને ખૂબ જ પીડા થઈ રહી હતી. હું ચીસો પાડી રહી હતી પણ ડૉક્ટર અને મારા પિતાને મારી દયા ન આવી. મારા પિતા દરવાજાની બહાર ઊભા હતા તેમણે ડૉક્ટરને પણ અટકાવ્યા નહીં.

વર્જિનિટી ટેસ્ટ માટે કરવામાં આવી જબરદસ્તી :

એક રિપોર્ટ મુજબ યુનાઇટેડ કિંગડમમાં હજારો યુવતીઓએ લગ્ન પહેલાં વર્જિનિટી ટેસ્ટ કરાવવો પડે છે અને પીડા સહન કરવી પડે છે કારણકે, છોકરી પક્ષે વરરાજાના પરિવારને સાબિત કરવું પડે છે કે તેમની પુત્રી પવિત્ર છે. અહીં વર્જિનિટી ટેસ્ટને પુરાવા તરીકે જોવામાં આવે છે.

વર્જિનિટી

એન્ટી હોરર એબ્યુઝ ચેરિટી ફ્રીડમના સ્થાપક અનિતા પ્રેમે જણાવ્યું હતું કે, વર્જિનિટી ટેસ્ટ છોકરીઓ સામે નિર્દયતા છે. બ્રિટિશ સમાજમાં તેનું કોઈ સ્થાન ન હોવું જોઈએ. અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ પરીક્ષણો માત્ર દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાના લોકો દ્વારા જ કરવામાં આવતા હતા, પરંતુ હવે ખ્રિસ્તી છોકરીઓ સાથે પણ આવું જ થઈ રહ્યું છે. જે ખૂબ જ ખતરનાક છે.

ALSO READ:

Related posts

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel

કોરોનાએ તો વિશ્વના બજારોને એવી રીતે પછાડ્યું કે સાર્વત્રિક મંદીનો કડાકો, ફુત્સી ઈન્ડેક્ષ, ડેક્ષ, નિક્કીમાં બેથી ચાર ટકાના ગાબડાં

pratik shah

BSE તથા NSE ઓલટાઈમ હાઈ સપાટીથી 8 ટકા તૂટયા, રોકાણકારો એ માત્ર 37 દિવસમાં 16 લાખ કરોડ ગુમાવ્યા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!