GSTV
Home » News » ટેરર ફંડિંગને મામલે FATFએ પાકિસ્તાનને આપી ફેબ્રુઆરી 2020 સુધીનું અલ્ટીમેટમ

ટેરર ફંડિંગને મામલે FATFએ પાકિસ્તાનને આપી ફેબ્રુઆરી 2020 સુધીનું અલ્ટીમેટમ

આતંકવાદીઓને આર્થિક મદદ પર ધ્યાન રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફૉર્સ (FATF) એ ટેરર ફંડિંગને અટકાવવા માટે પાકિસ્તાનને ફેબ્રુઆરી 2020 સુધીની વઘુ એક ડેડલાઈન આપી છે. એફએટીએફના નિર્ણયથી પાકિસ્તાન હાલ બ્લેક લિસ્ટ થતુ બચી ગયું છે.

FTFની પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી

એફએટીએફ એ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ફેબ્રુઆરી 2020 સુધી તે સંપૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરીને તેના પર આગળ વધે. જો નિર્ધારિત સમયમાં પાકિસ્તાન આવું કરવામાં અસફળ રહેશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનની સાથે કોઇ પણ પ્રકારની લેવડ-દેવડ પર અને બિઝનેસ પર પણ સભ્યોને નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, પાકિસ્તાનને હાલ ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે.

આ 27 મુદ્દાઓને પાર પાડવા આપ્યા આદેશ

પાકિસ્તાનના અપૂરતા પ્રયત્નને જોતા આકરી કાર્યવાહીની નજીક પહોંચી ગયુ હતું પરંતુ હાલ ચાર મહિનાની ડેડલાઇન આપવામાં આવી છે. પાકિસ્તાનને હાલ રાહતની સાથે ચેતવણી પણ આપવામાં આવી છે. પાકિસ્તાન એપએટીએફ દ્વારા નિર્ધારિત 27 મુદ્દાઓમાંથી છ મુદ્દાઓને પાર પાડવામાં સફળ રહ્યું. આ 27 મુદ્દાઓમાં ટેરર ફંડિંગને લઇને ક્યો દેશ કેટલું કામ અને ઉપાય કરી રહ્યું છે તે નિર્ધારિત કરવામાં આવ્યું છે.

બ્લેક લિસ્ટથી બચવા પાકિસ્તાન આ દેશો પાસે માંગી રહ્યું છે ભીખ

પાકિસ્તાનની સામે સૌથી મોટો પડકાર એ સાબિત કરવાનો રહેશે કે, આતંકવાદી ફંડિગ રોકવા માટે તેણે જે પગલા ભર્યા છે, તે કારગત નીવડ્યા છે. કોઈ પણ દેશને બ્લેક લિસ્ટિંગથી બચવા માટે ત્રણ વોટ જરૂરી હોય છે, ત્યારે પાકિસ્તાન ચીન, તુર્કી અને મલેશિયા તરફ મદદની મીટ માંડીને બેઠું છે.પાકિસ્તાનને લાગ્યું કે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે, તો તે દુનિયાનાં ઘણા દેશોને પોતાના પક્ષમાં લેવાના પ્રયત્ન કરવા લાગ્યું.

Read Also

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!