GSTV
Home » News » FATFનાં પ્રમુખે આપ્યા સંકેત, આતંકને પનાહ આપવા માટે પાકિસ્તાન વિરૂદ્ધ થશે આ કાર્યવાહી

FATFનાં પ્રમુખે આપ્યા સંકેત, આતંકને પનાહ આપવા માટે પાકિસ્તાન વિરૂદ્ધ થશે આ કાર્યવાહી

આંતરરાષ્ટ્રીય આતંકને ફંડ પુરૂ પાડતા સ્ત્રોતો પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સનાં પ્રમુખ માર્શલ બિલિંગસ્લિયાએ પેરિસમાં થયેલી બેઠક બાદ પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરવાનાં સંકેત આપ્યા છે. બિલિંગસ્લિયાએ એક પ્રેસ બ્રિફીંગમાં જણાંવ્યું કે, પાકિસ્તાનને 2018માં સહમત થયેલી કાર્યયોજના પર મહત્વપુર્ણ કામ કરવાનું હતું. પરંતુ તે દરેક મોરચે નિષ્ફળ રહ્યું છે.

તેમણે જણાંવ્યું કે, પાકિસ્તાનને ફેબ્રુઆરીમાં ચેતવણી આપવામાં આવી હતી કે, તે જાન્યુઆરીની સમય મર્યાદા સાથે પોતાની કાર્યયોજના પુર્ણ કરશે, પરંતુ તેમ કરવામાં તે નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનને આગ્રહ કરવામાં આવ્યો હતો કે તે મે મહિના સુધી પોતાની કાર્યયોજના સમાપ્ત કરે. પરંતુ દુર્ભાગ્યવશ તે મે મહિનામાં પોતનું કામ સંપન્ન કરવામાં નિષ્ફળ રહ્યું છે.

આતંકવાદને ખત્મ કરવા માટે પાકિસ્તાને 26 સૂત્રીય કાર્યક્રમ પુર્ણ કરી શક્યું નથી. જેનાં કારણે એફએટીએફ દ્વારા આકરા પગલા લેવાયા છે.

બિલિંગસ્લિયાનું કહેવું છે કે,જો પાકિસ્તાન પોતાનું કામ કરવામાં નિષ્ફળ રહે છે તો, એફએટીએફ આગળ શું પગલા ભરવા તેનાં પર વિચાર વિમર્શ કરશે. પાકિસ્તાન હજુ ઘણું પાછળ છે, તેમજ સપ્ટેમ્બર મહિના સુધી ઘણું કામ કરવાનું બાકી છે. તેમનું કહેવું છે કે, હવે કાર્ય યોજના સપ્ટેમ્બર સુધી પુર્મ કરવાની છે. તેમણે જણાંવ્યું કે, આ બેઠકમાં અમે પાકિસ્તાનને બ્લેક લીસ્ટ કરવા મામલે ચર્ચા કરી નથી. પરંતુ અમે તે મામલે ચર્ચા કરી કે પાકિસ્તાન પોતાને સોંપાયેલું કામ કરવામાં કેટલુ પાછળ છે.. તેથી મારે વ્યથિત થઇને કહેવું પડે છે કે, તે ઘણું પાછળ છે.

શું છે એફએટીએફ?

એફએટીએફ(FATF) એક ઇન્ટરનીડિયેટ બોડી છે, જે મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને અપાતી આર્થિક સહાય મામલે ધારાધોરણ નક્કી કરે છે. તેની સ્થાપના વર્ષ 1989માં થઇ હતી. એફએટીએફની બેઠકમાં સમીક્ષા કરવામાં આવે છે કે, સંબંધિત દેશ મની લોન્ડ્રિંગ અને આતંકી ગતિવિધીઓ માટે અપાતા નાણાકિય પોષણને રોકવા માટે કેટલું કાર્ય કરે છે. આ સંસ્થા પેરિસથી સંચાલિત છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!