GSTV

દાઉદ ઈબ્રાહિમ સહિત 21 આતંકવાદીઓને VIP ટ્રીટમેન્ટ આપી રહી છે ઈમરાન સરકાર, તેમાંથી ઘણા આતંકીઓ ભારતમાં વોન્ટેડ

આતંકવાદ પર સમગ્ર વિશ્વને ઉંધા ચશ્મા પહેરાવનાર પાકિસ્તાન હવે ઉઘાડું પડી રહ્યું છે. તેની બેવડી નીતિ હવે જગજાહેર થઇ રહી છે. ત્યારે પાકિસ્તાનનો આ બેવડા ચરિત્રવાળો ચહેરો ફરી સામે આવ્યો છે.  પાકિસ્તાન આતંકવાદીઓને છાવરવાની તેની જૂની આદત છોડવા તૈયાર નથી. કેટલાક આતંકવાદીઓને તો તે VIP ટ્રીટમેન્ટ આપી રહ્યું છે.

તેમા દાઉદ ઈબ્રાહિમ અને ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સનો આતંકવાદી રણજીત સિંહ નીતાનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓ પૈકી કેટલાક એવા આતંકવાદીનો પણ સમાવેશ થાય છે કે જેમની ઉપર તાજેતરમાં પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં VIP ટ્રીટમેન્ટ મેળવી રહેલા આતંકવાદીઓની એક યાદી ભારતીય ન્યૂઝ એજન્સીને હાથ લાગી.

જેમાં દાઉદ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો વડા વાઘવા સિંહ, ઈન્ડિયન મુઝાહિદ્દીનનો વડા રિયાઝ ભટકલ, આતંકવાદી મિર્ઝા શાદાબ બેગ અને અફિફ હસન સિદ્દિબાપા સહિત અનેક આતંકવાદીઓના નામનો સમાવેશ થાય છે. ગયા મહિને ઈમરાન સરકારે પાકિસ્તાનમાં રહેલા 88 આતંકવાદીની યાદી જાહેર કરી હતી.

READ ALSO

Related posts

આમ આદમીને મોટો ઝટકો! નવેમ્બરથી આ બેન્કમાં પૈસા જમા કરવા અને ઉપાડવા પર ચુકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયમ

Bansari

જી-20 બેઠક પહેલા જ વિવાદ / સઉદી અરબે નકશામાં જમ્મુ કશ્મીરને દેખાડ્યો અલગ ભાગ, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

ભારતનો ખૌફ / અભિનંદનની મુક્તિ મુદ્દે પાકિસ્તાનની સંસદમાં મોટો ખુલાસો, થર-થર કાંપી રહ્યાં હતા બાજવા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!