GSTV
Home » News » આવતા એક સપ્તાહમાં FATF પાકિસ્તાનને કરી શકે છે બ્લેકલિસ્ટ, આતંક પર નથી લગાવી શક્યુ લગામ

આવતા એક સપ્તાહમાં FATF પાકિસ્તાનને કરી શકે છે બ્લેકલિસ્ટ, આતંક પર નથી લગાવી શક્યુ લગામ

પાકિસ્તાન ટેરર ફંડિગને લઈને ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટમાં જ રહેશે કે બ્લેકલિસ્ટ થશે તે અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જ થશે. ફ્રાંસની રાજધાની પેરિસમાં 12 ઓક્ટોબરથી 18 ઓક્ટબર સુધી એફએટીએફની બેઠક મળવાની છે, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવેશે.

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાને બેઠક માટે પોતાની કોમ્પલિયાંસ રિપોર્ટ એટલે કે અનુપાલન રિપોર્ટ તૈયાર કરી છે. એફએટીએફ દ્વારા ગત વર્ષે જૂનમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટ ધરાવતા દેશોની યાદીમાં મુક્યું હતું. ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગ વિરૂદ્ધ યોગ્ય એકશન માટે 40 ભલામણો આપી હતી જેના પર ઈસ્લામાબાદે ઓક્ટોબર 2019 સુધી અમલ કરવાનો હતો પરંતુ પાકિસ્તાન તેમાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે એફએટીએફના લિસ્ટમાંથી પાકિસ્તાનને બ્લેક લીસ્ટ કરવામાં આવી શકે છે.

આ યાદીમાં ઈરાન અને નોર્થ કોરિયા સામેલ છે. પાકિસ્તાન વર્ષ 2012થી 2015 સુધી એફએટીએફના ગ્રે લિસ્ટમાં રહ્યું હતું. પાકિસ્તાની ન્યૂઝ પેપર ડોનના રિપોર્ટ મુજબ એફએટીએફની બેઠક માટે પાકિસ્તાનનું ડેલિગેશન 13 ઓક્ટોબરે ફ્રાંસ જવા રવાના થશે. આ ડેલિગેશનનું નેતૃત્વ ઈકોનોમિક અફેયર્સ મિનિસ્ટર હમ્માદ અઝહર કરશે. એફએટીએફ બેઠકમાં 14 અને 15 ઓક્ટોબરે પાકિસ્તાનના સ્ટેટસ અંગે ચર્ચા થશે.

READ ALSO

Related posts

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi

સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 14 મહિનાના સર્વોચ્ચ લેવલે, 3.99 ટકાએ પહોંચી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!