GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાન માટે કોરોના બન્યું તારણહાર, FATFએ આપ્યો વધુ ચાર મહિનાનો હાશકારો

Last Updated on April 30, 2020 by pratik shah

કોરોના વાઈરસ મહામારીના કારણે પાકિસ્તાનને FATF ચાર મહિનાની અંતિમ રાહત આપી છે. હાલ પાકિસ્તાન ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક (FATF) ફોર્સની ગ્રે લિસ્ટમાં સામેલ છે અને તેમાંથી બહાર નીકળવા માટે તે તરફડીયા મારી રહ્યું છે. આ પહેલાં જૂન મહિનામાં નિર્ણય થવાનો હતો કે ગ્રે લિસ્ટથી બહાર કરવામાં આવે કે બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે.

4 મહિના બાદ બેઠક થશે

પણ હવે કોરોના પાકિસ્તાન માટે તારણહાર બનતા તેને થોડો સમય મળી ગયો છે. જેથી હવે જૂન મહિનામાં FATFની થનારી બેઠક 4 મહિના બાદ થશે. FATFએ પાકિસ્તાનને કહ્યું છે કે, તેણે હવે આતંકીઓને ભરણપોષણ આપવાનું બંધ કરી દેવું પડશે.
FATFએ પાકિસ્તાનને 27 બિંદુઓ પર એક્શન લેવા માટેનો સમય આપ્યો છે. જો પાકિસ્તાન પોતાના વાયદાઓ પર ખરૂ ન ઉતર્યું તો પછી FATF તેને બ્લેકલિસ્ટ કરી દેશે. જે પાકિસ્તાન માટે કોઈ સજાથી વધારે નહીં હોય.

FATF 1

પગલાંથી FATF સંતોષ નહીં

જોકે પાકિસ્તાન 27 પોંઈન્ટ એક્શન પર કામ કરે છે તો પછી ગ્રે લિસ્ટથી બહાર આવી શકે છે. આ પહેલાં પાકિસ્તાને 8 જાન્યુઆરીના રોજ 650 પેજનો રિવ્યૂ રિપોર્ટ FATFને સોંપ્યો હતો. FATF દ્રારા આતંકી સંગઠનોને ફંડને લઈને 150 સવાલોની રિપોર્ટ સોપવામાં આવી હતી. જણાવી દઈએ કે ગત્ત વર્ષે ઓક્ટોબરમાં જ FATF પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી દીધું હતું. પાકિસ્તાન પર આરોપ લાગ્યો હતો કે તે આતંકી સંગઠનોને ફંડ આપી રહ્યું છે. બાદમાં દેખાડા માટે પાકિસ્તાને કેટલાંક સંકેતાત્મક પગલાં લીધા હતા જોકે તેનાથી FATFને સંતોષ નહોતો થયો.

FATF

FATF એટલે શું ?

જી-7 દેશોની પહેલ પર FATFની વર્ષ 1989ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. જેમાં 37 સભ્યો છે અને ભારત પણ સામેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મની લોન્ડ્રિંગ અને આતંકી ફંડીગ પર લગામ લગાવવાનું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!