GSTV
India News Trending

જીવલેણ અકસ્માત / ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ભીષણ માર્ગ અકસ્માત, 10 લોકોના મોત

ઉત્તર પ્રદેશના પીલીભીત ભીષણ માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે હરિદ્વારથી ખોલા જઈ રહેલી પિકઅપ વૃક્ષ સાથે અથડાઈ હતી જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે. ટોચના જિલ્લા અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડ્રાઈવરને ઝોકો આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પીલીભીતના ગજરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેજ રફ્તાર પીકઅપ ઝાડ સાથે અથડાઈ હતી.

આ અકસ્માત સવારે 4:00 વાગ્યાની આસપાસ થયો હતો. પીકઅપ ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરને ઝોકો આવી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને 6 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતનો શિકાર બનેલા મોટા ભાગના લોકો લખમીપુર જિલ્લાના રહેવાસી હતા જેઓ હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.

READ ALSO:

Related posts

RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ

Hardik Hingu

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!

GSTV Web Desk
GSTV