GSTV
Health & Fitness Life Trending

પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત

લાંબા સમય સુધી પુરુષો વોલેટને તેમના પેન્ટનાં પાછળના ખિસ્સામાં રાખતા હોય છે. આ નાની આદતથી ‘પિરીફોર્મિસ સિન્ડ્રોમ’ નામની બીમારી થઈ શકે છે. જેને સામાન્ય ભાષામાં ફેટ વોલેટ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. 

પુરુષો હંમેશા પર્સને જીન્સના પાછળનાં ખીસ્સામાં રાખે એ ખુબ સામાન્ય વાત છે. પર્સની સાથે પૈસા, ક્રેડીટ કાર્ડ , ડેબીટ કાર્ડ જેવા કાર્ડને પણ પોકેટમાં રાખવાની આદત હોય છે. કદાચ તમને ખબર નહી હોય પણ તમારી આ આદત ગંભીર પરિણામ આપી શકે છે. હરવા- ફરવાની સાથે બેસવા- ઉઠવામાં પણ મુશ્કેલી આવી શકે છે. હાલમાં જ 30 વર્ષના એક વ્યક્તિને ફેટ વોલેટ સિન્ડ્રોમની બીમારી થઈ હતી. શરુઆતમાં તેમણે આ કોઈ નાની મોટી નસની બિમારી સમજી અવગણના કરી પરંતુ ત્યાર બાદ શરીરમાં અનેક સમસ્યા અને દુખાવામાં સતત વધારો થતો ગયો. જે માટે તેમણે ઘણી દવા કરી પણ કોઈ ફરક ન પડતા તેમણે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવ્યુ. જે તપાસ બાદ ડોકટરે જણાવ્યુ કે આ વ્યક્તિ 10 કલાકો સુધી પોતાનું પર્સ ડાબી બાજુના ખીસ્સામાં રાખતો હતો જેથી ડાબા નિતંબથી પગ સુધી વ્યક્તિને ખુબ જ દુખાવો થતો હતો. 

‘ફેટ વોલેટ સિન્ડ્રોમ’ બીમારી શું છે ? 

ફેટ વોલેટ સિન્ડ્રોમ’ બીમારીમાં માણસને ઉભા થવાની કે ચાલવાની સરખામણીમાં બેસવા કે ઉઘવાનાં સમયે વધારે પીડા થાય છે. લાંબા સમય સુધી પુરુષો વોલેટને તેમના પેન્ટનાં પાછળના ખિસ્સામાં રાખતા હોય છે. આ નાની આદતથી ‘પિરીફોર્મિસ સિન્ડ્રોમ’ નામની બીમારી થઈ શકે છે. જેને સામાન્ય ભાષામાં ફેટ વોલેટ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. 

શુ છે આ બીમારીનો ઈલાજ 

આ બીમારીનો ઈલાજ મેડીકલ, સર્જરી અને ફિઝીયોથેરાપીથી થઈ શકે છે. તેમજ આ સીન્ડોર્મથી રાહત મેળવા માટે પેઈન કિલર અને એન્ટી -ઇન્ફેલેમેટરી આપવામાં આવે છે. એને દર્દીને અમુક મસલ્સ સ્ટ્રેચિંગની કસરતો પણ કરવવામાં આવે છે જેથી દર્દીને ઝડપથી આરામ મળી રહે. 

‘ફેટ વોલેટ સિન્ડ્રોમ’નાં ખતરાનાક પરિણામો

ડોકટરના જણાવ્યા મુજબ, ફેટ વોલેટ સિન્ડ્રોમ’ ભારે પર્સને પોકેટમાં રાખવાથી શરીરની માંસપેશી પર દબાવ પડે છે જેના કારણે કરોડરજ્જુથી પગ સુધી દોડતી સાયટિકા નસ પર દબાણ અનુભવાય છે. સાયટિકા નસ પર થતા દબાણનાં કારણે વ્યક્તિને અસહ્ય દુખાવો થાય છે. ખાસ કરીને ઓફીસમાં કામ કરતા લોકો અને ડ્રાઈવરો જે લાંબા સમય સુધી પાકીટને પાછળનાં ખીસ્સા રાખતા હોય છે તેમને કમરથી લઈને પગના પંજા સુધી દુખાવો થાય છે અને બ્લડનું સરક્યુંલેશન અટકે છે અને ક્યારેક નસોમાં સોજો પણ ચડી જાય છે.   

આ પરિસ્થતિથી કેવી રીતે બચવું ? 

તમારા પર્સને જેકેટ, ટી શર્ટમાં રાખવું જેથી શરીરના નીચેના ભાગ પર દબાણ નહી આવે. જો તમે પર્સને પેન્ટનાં પાછળનાં ખિસ્સામાં જ રાખવા માંગતા હોય તો પર્સનાં ભારને ઓછો કરી દેવો .જેથી બીમારી થવાની સંભાવના ઓછી થશે જશે

Related posts

Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ

Siddhi Sheth

નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ

Hina Vaja

રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર

Siddhi Sheth
GSTV