GSTV

ચાઈનામાં શરૂ થઈ દુનિયાની સૌથી ઝડપી ઈલેક્ટ્રોમેગ્નો ટ્રેન, ફક્ત અઢી કલાકમાં પહોંચાડી શકે છે મુંબઈથી દિલ્હી

Last Updated on July 21, 2021 by Harshad Patel

ચીને પોતાની સૌથી ઝડપથી ચાલતી મેગલેવ ટ્રેનની શરૂઆત કરી છે. જેની મહત્તમ ગતિ 600 કિલોમીટર પ્રતિ કલાકની છે. સત્તાવાર મીડિયા અનુસાર આ જમીન પર દોડનારી વિશ્વની સૌથી ઝડપી હાઇ સ્પીડ ટ્રેન છે.

ચીનના તટીય શહેર કિંગદાઓમાં કરવામાં આવી

ચીને આ ટ્રેનને સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવી છે અને તે ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફોર્સની મદદથી ટ્રેકથી થોડી ઉપર ચાલે છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર નવી મેગ્લેવ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સાર્વજનિક રીતે શરૂઆત ચીનના તટીય શહેર કિંગદાઓમાં કરવામાં આવી છે.

જૂન 2020માં કરાઈ ચૂક્યું હતું સફળ ટેસ્ટિંગ

હાઇ સ્પીડ મેગ્લેવ ટ્રેન પ્રોજેક્ટ ઓક્ટોબર 2016 માં શરૂ કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2019 માં 600 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેનનો પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યો હતો. તેનું સફળ પરીક્ષણ જૂન, 2020 માં થયું હતું.

મેગ્લેવ ટ્રેનની મહત્તમ ગતિ પ્રતિ કલાક 600 કિલોમીટર

પવનની ગતિથી સૂસવાટા બોલાવતી મેગ્લેવ ટ્રેનની મહત્તમ ગતિ પ્રતિ કલાક 600 કિલોમીટર છે. આવી સ્થિતિમાં આ ટ્રેન માત્ર અઢી કલાકમાં દિલ્હીથી મુંબઇ પહોંચી શકે છે. આપને જણાવી દઈએ કે દિલ્હીથી મુંબઇનું અંતર લગભગ 1400 કિમી છે અને સામાન્ય ટ્રેનો દ્વારા મુસાફરી કરવામાં લગભગ 16 કલાકનો સમય લાગે છે. તે જ સમયે, આ ટ્રેન દ્વારા શાંઘાઈથી બેઇજિંગ જવા માટે અઢી કલાકનો સમય લાગશે. શાંઘાઈથી બેઇજિંગનું અંતર 1000 કિલોમીટરથી વધુ છે.

100 મુસાફરોની ક્ષમતાના 10 કોચ જોડાશે

પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર ડિંગ સાન્સાને કહ્યું કે આ ટ્રેનમાં 10 કોચ લગાવવામાં આવી શકે છે અને દરેકમાં 100 મુસાફરોની ક્ષમતા હશે. તેમણે કહ્યું કે આ ટ્રેન 1500 કિ.મી. વિસ્તારમાં મુસાફરીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ સોલ્યુશન છે. પ્રોજેક્ટના મુખ્ય ઇજનેર ડિંગ સાન્સાને જણાવ્યું કે, પરંપરાગત ટ્રેનોથી વિપરીત મેગ્લેવ ટ્રેનના પૈડાં રેલ્વે ટ્રેકના સંપર્કમાં આવતા નથી, અને તેથી આ ટ્રેનને ‘ફ્લોટિંગ ટ્રેન’ પણ કહેવામાં આવે છે. ચીનમાં હાઇ સ્પીડ ટ્રેનની શરુઆત વર્ષ 2003 માં કરવામાં આવી હતી અને તેની મહત્તમ ગતિ 431 કિલોમીટર પ્રતિ કલાકની છે. તે શાંઘાઈ પુંડોન્ગ એરપોર્ટને શાંઘાઈના પૂર્વી છેડે આવેલ લોંગ્યાગ રોડ સાથે જોડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BJPને ટક્કર આપવા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન: તૈયાર કરી રહ્યા છે યુવાન ટીમ, કનૈયા કુમાર શામેલ થાય તેવી અટકળો

Pravin Makwana

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!