FASTag ને લઈને મોટા રાહતના સમાચાર છે. હવે તમે 15 ફેબ્રુઆરી સુધી પોતાની ગાડીઓમાં FASTag લગાવી શકશે. NHAI એ લોકોને FASTag મળવામાં આવી રહેલી સમસ્યાઓને જોતા આ નિર્ણય લીધો છે. પહેલા દેશના બધા રાષ્ટ્રીય રાજમાર્ગો પાસેથી પસાર થવા પર ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી 2021 થી ગાડીઓમાં FASTag ફરજીયાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
FASTagની સમયમર્યાદા 15 ફેબ્રુઆરી 2021 સુધી વધી
NHAI એ જાહેરાત કરી હતી કે, 1 જાન્યુઆરી 2021થી દેશના બધા NHAI ટોલ પ્લાઝા કેશની જગ્યાએ FASTag લેનમાં તબ્દીલ થઈ જશે. જો કોઈ પણ FASTag વગર ટોલ પ્લાઝા પર પહોંચ્યું તો તેને બે ગણો ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ હવે લોકોને FASTag લેવા અને લગાવવા માટે સમય મળી ગયો છે. FASTah વાળા વાહન હવે 15 ફેબ્રુઆરી સુધી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝાથી કેશ પેમેન્ટ કરી શકશો. હાલમાં FASTag થકી ટોલ પ્લાઝાથી કલેક્શન 75-80 ટકા છે.
બે પ્રકારના હોય છે FASTag
FASTag બે પ્રકારના હોય છે. એક હોય છે NHAI એ ટેગવાળા અને બીજા હોય છે. જે બેન્કોમાંથી લેવામાં આવી ગયુ છે. 1 ડિસેમ્બર 2017 બાદથી જે પણ ગાડીઓ ખરીદવામાં આવી છે. તેમાં FASTag પહેલાથી ફિટ થઈને આવે છે. જો તમે આ પહેલા કાર ખરીદી છે તો તમારે FASTag અલગથી ખરીદવાનું હશે. ટૂ-વ્હીલરને છોડી કાર, બસ, ટ્રક અથવા બીજા ખાનગી અને કોમર્શિયલ વાહનોને ટોલ પ્લાઝાથી પસાર થતા સમયે FASTag ફરજિયાત રૂપથી લગાવવાનું રહેશે.
NHAI નું ‘My FASTag App’
આ એપ થકી તમે પોતાની ગાડી માટે FASTag ખરીદી શકો છો. તે માટે તમારે કોઈ KYC ની જરૂરિયાત રહેશે નહી. NHAI એ હાલમાં જ તેમાં ‘Check balance status’ નું નવું ફીચર પણ નાખ્યુ છે. ‘My FASTag App’ એક બેન્ક ન્યૂટ્રલ એપ છે. એટલે તેનો કોઈ સરકાર અને ખાનગી બેન્કની સાથે લિંક નથી. તમે તેને UPI અથવા નેટ બેન્કિંગ થકી પણ રિચાર્જ કરી શકો છો.
22 બેન્કોથી ખરીદી શકો છો FASTag
તમે FASTag ને બેન્ક પાસેથી પણ ખરીદી પોતાની કારમાં ચિપકાવી શકો છો અને રિચાર્જ કરી શકો છો. 22 બેન્કોને આ કામ માટે જોડી લેવામાં આવી છે. ICICI Bank એ FASTag માટે Google Pay ની સાથે કરાર કર્યો છે. એટલે જો તમારી પાસે Google Pay છે તો તમે ICICI Bankથી FATSags ખરીદી શકશો અને રિચાર્જ પણ કરી શકશો. તે માટે તમારે બેન્ક અથવા ટોલ પ્લાઝા પર જવાની જરૂરિયાત નથી.
કેટલી હશે FASTags ની કિંમત
તેની કિંમત એ વાત પર પણ નિર્ભર કરે છે કે, તમે તેને ક્યાંથી ખરીદી રહ્યા છો. દરેક બેન્કની FASTag ની ફી અને સિક્યોરિટી ડિપોઝિટને લઈને અલગ પોલિસી છે. તમે કાર માટે પેટીએમથી ફાસ્ટેગ 500 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં 250 રૂપિયા રિફંડેવલ સિક્યોરિટી ડિપોઝિટ અને 150 રૂપિયા મિનિમમ બેલેન્સ મળશે. જો જો તમે તેને ICICI બેન્ક પાસેથી ખરીદો છો તો તે માટે તમારે ફીના રૂપમાં લગભગ 100 રૂપિયા અને 200 રૂપિયા ડિપોઝિટ એમાઉન્ટ આપવાનું રહેશે. તેમા 200 રૂપિયાનું બેલેન્સ રાખવાનું રહેશે.
યમુના એક્સપ્રેસ-વે પર પણ FASTags
યમુના એક્સપ્રેસ-વેના દરેક ટોલ પ્લાઝા પર ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ સ્કેન લાગી જશે. IDBI અને જેપી ઈંફ્રાટેકની વચ્ચે તેને લઈને એક ડીલ થઈ છે. યમુના ઓથોરિટીની બેઠકમાં CEO ની સખ્તી બાદ જેપી ઈંફ્રાટેક અને IDBI એ એક અઠવાડિયાની અંદર ફાસ્ટેગ લગાવવા પર મંજૂરી આપી દીધી હતી. જેપી ઈંફ્રાટેક અધિકારીઓની તરફથી કહેવામાં આવ્યુ છે કે, ક્રેશ બેરિયર લગાવવાને લઈને 27 જાન્યુઆરી સુધી ટેંડર જાહેર કરી દેવામાં આવશે. ફેબ્રુઆરીથી આ કામ શરૂ કરી દેશે.
READ ALSO
- વલસાડ: આશાવર્કર બહેનોની હડતાળ અને કોરોના વેક્સીન મુદ્દે બેઠક, પરવાનગી વગર આયોજન કરતા પોલીસનું એક્શન
- હવે SBI ના ગ્રાહકો બિલકુલ આસાનીથી જનરેટ કરાવી શકશે ATM પિન, જાણો કઇ રીતે
- પાસપોર્ટ માટે હવે સરકારી ઓફિસોનાં નહિ ખાવા પડે ચક્કર, ઓનલાઈન અરજી કરી સરળતાથી બનાવી શકશો
- નવા સંશોધનમાં થયો ખુલાસો: વધારે પડતુ દૂધ પીવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓ પણ આવી શકે છે ! સ્વાસ્થ્ય માટે કેટલુ યોગ્ય ?
- સંભોગ કરવો હોય તો 24 કલાક પહેલાં યુવતી અંગે પોલીસને આપવી પડશે જાણકારી, બ્રિટનમાં જજે આપ્યો અજીબનો ચુકાદો