GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

1 ડિસેમ્બરથી બે ગણો ભરવો પડશે ટોલટેક્સ, જલદી કરી લો આ કામ

હાઇવેના ટોલનાકા પર  વાહનચાલક ટોલના દરની ચુકવણી કરે ત્યારે તેના બદલામાં અપાતીેે રિસિપ્ટની સૌથી નીચે અંગ્રેજીમાં એક વાક્ય લખાયું છે કે તા.૧ ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર દરેક વાહનચાલક પાસેથી માત્ર ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ફાસ્ટેગ દ્વારા જ પેમેન્ટ લેવાશે.પરંતું મોટા ભાગના વાહનચાલકો રિસિપ્ટ  વાંચવાની તસ્દી લેતા નહીં હોવાથી ઘણાંને દોઢ મહિના પછી અમલમા આવનાર આ નિયમની જાણકારી જ નથી. કેન્દ્ર સરકારે આપેલી સૂચના મુજબ  ટોલ પ્લાઝા પરથી અપાતી રિસિપ્ટમાં આ નિયમનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે તા.૧ ડિસેમ્બરથી હવે રોકડમાં પેમેન્ટ લેવાનું ટોલ પ્લાઝા પર બંધ કરી દેવાશે.

ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ

નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા દરેક ટોલ પ્લાઝાને ત્રણ મહિના પહેલા સૂચના આપવામાં આવી છે કે દરેક વાહન ચાલકને જ્યારે ટોલ ચુકવણીની પ્રીન્ટ આપવામાં આવે તેમાં તા.૧ ડિસેમ્બરથી ટોલની વસુલાત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા જ લેવી અને જો કોઇ વાહન ચાલક રોકડથી પેમેન્ટ કરવા માંગે તો તેની પાસે ટોલના ડબલ દર વસુલવા, નેશનલ હાઇવે ઓથોરિટિની સૂચના મુજબ ટોલ પ્લાઝા પર હવે વાહન ચાલકોને અગાઉથી જાણ કરવામાં આવી રહી છે.

ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં આવા વાહનોની થઈ જશે ઓળખ

નેશનલ હાઇવે ઓથોરિટિની આ નવી સિસ્ટમ અંગે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ  હાઇવેના ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા શીફ્ટ ઇન્ચાર્જ દિપેશ ગાંધીએ જણાવ્યું હતું કે સિક્યુરિટિ માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાંક વાહનો ટોલ પ્લાઝા પર ટોલ ચુકવે છે પરંતુ તેના પર નંબર પ્લેટ બોગસ લગાવેલી હોય છે જેથી ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમના કારણે આવા વાહનોની ઓળખ થઇ શકતી નથી જેના કારણે આરટીઓના હાથમાં ઘણા વાહનોની ઓળખ થતી નથી. તેમણે કહ્યું હતું કે સરકારના દાવા મુજબ જો આ સિસ્ટમનો અમલ કરવામાં આવે તો ઘણા ક્રાઇમ ઉકેલવામાં મદદ મળી રહેશે.

Read Also

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!