GSTV

સુવિધા / આવી સિમ્પલ રીતે કરો PhonePeથી FASTag રિચાર્જ, મળી શકે છે અનેક લાભ

Last Updated on September 23, 2021 by Harshad Patel

જો તમે દેશના કોઈ પણ ભાગમાં ઈન્ટરસિટી મુસાફરી કરી રહ્યા હોવ તો FASTag ફરજિયાત છે. તમને વિવિધ પ્લેટફોર્મ દ્વારા FASTag ઓનલાઇન રિચાર્જ કરવાનો વિકલ્પ મળે છે અને PhonePe તેમાંથી એક છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે દેશમાં લાખો વપરાશકર્તાઓ માટે FASTag રિચાર્જની પ્રક્રિયા કરવાનો દાવો કર્યો છે.

એક્સિસ બેન્ક, બેન્ક ઓફ બરોડા, સિટી યુનિયન બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, ઇન્ડસલેન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, આરબીએલ અને સ્ટેટ બેન્ક સહિત તમામ ફાસ્ટેગ ઇશ્યૂ કરતી બેંકો ફોનપે રિચાર્જની સુવિધામાં સપોર્ટ કરે છે.

fastag

FASTag ઓનલાઈન રિચાર્જ કરવા માટે તમારે માત્ર PhonePe એપ ખોલવાની જરૂર છે. તે બાદ FASTag જારી કરનારી બેંક પસંદ કરો અને તમારા FASTag ને રિચાર્જ કરવા માટે વાહન નોંધણી નંબર દાખલ કરો.

PhonePeનો ઉપયોગ કરીને તમારા FASTagને રિચાર્જ કરવા માટે તમારે નીચે આપેલા પગલાંને અનુસરવાની જરૂર છે.

  1. સૌથી પહેલા તમારે PhonePe એપ ઓપન કરવી પડશે. જો તમારી પાસે એપ નથી તો તમારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અથવા આઇફોન પર જવું પડશે અને પહેલા તેને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવું પડશે.
  2. હોમપેજ પર જઈને તમારે રિચાર્જ અને પે બિલ વિભાગમાં See all વિકલ્પ જોવો પડશે.
  3. આ પછી તમારે ફાસ્ટાગ રિચાર્જ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે જે તમને રિચાર્જ વિભાગમાં મળશે.
  4. હવે તમારે FASTag જારી કરતી બેંક શોધવી પડશે.
  5. આ પછી, તમારે બેંકનું નામ અને તમારા વાહનનો નોંધણી નંબર દાખલ કરવો પડશે.
  6. આ પછી, તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં જઈને, તમને તમારા ફાસ્ટેગ ખાતા વિશેની દરેક માહિતી મળશે. જેમાં ખાતાધારકનું નામ અને ફાસ્ટેગનું બેલેન્સ પણ હશે.
  7. આ પછી તમારે તમારો એકાઉન્ટ નંબર અને નામ ફરી ચકાસવું પડશે. તે બાદ તમે જે રકમ રિચાર્જ કરવા માંગો છો તે દાખલ કરી શકો છો.
  8. આ પછી તમારે તમારી બેંક પસંદ કરવી પડશે અને પછી નવી બેંક ખાતાની વિગતો ઉમેરો.
  9. હવે તમારે પે બિલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  10. અંતે તમારે રિચાર્જ પૂર્ણ કરવા માટે તમારો UPI પિન દાખલ કરવાની જરૂર છે.

એકવાર FASTag રિચાર્જ થયા બાદ તમને SMS મળશે. આ એસએમએસ તમારી બેંકમાંથી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!