GSTV
Home » News » દેશભરમાં આજથી FASTAG ફરજિયાત, વાહનચાલકોને ફક્ત આ એક જ કારણે ફ્રીમાં મુસાફરીનો મળશે લાભ

દેશભરમાં આજથી FASTAG ફરજિયાત, વાહનચાલકોને ફક્ત આ એક જ કારણે ફ્રીમાં મુસાફરીનો મળશે લાભ

નેશનલ હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝાઓ પર આજથી એટલે કે, 15 જાન્યુઆરીથી ફાસ્ટ ટેગ ફરજિયાત થઈ ગયો છે. હજુ પણ લગભગ 50 ટકા વાહનચાલકો ફાસ્ટ ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે NHAIએ ફાસ્ટ ટેગને લઈ જાણકારી આપતા કહ્યું છે કે, જો ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ રીડ ન થઈ શકે તો મુસાફરોને ફ્રી યાત્રા કરવાની તક મળશે.

નેશનલ હાઈવે કર નિર્ધારણ અને સંગ્રહ સંશોધન નિયમ 2018 GSR 427E 07.05.2018 ની સૂચના મુજબ, ટોલ પ્લાઝા પર સ્થિત ફાસ્ટ ટેગ મશીનો તેને સ્કેન કરવામાં નિષ્ફળ જાય તો વાહનોને ટોલ ફ્રી મુસાફરી કરવાની છૂટ છે.

Fastag એક પ્રીપેડ રિચાર્જેબલ ટેગ સેવા છે, જે હાઈવે પર કર માટે સ્વયંસંચાલિત ચૂકવણી કરવાની અનુમતિ આપે છે. આ ટેગ ન માત્ર વાહનચાલકના સમયને બચાવે છે, પરંતુ તે પણ સુનિશ્ચિત કરે છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થતા દરેક વાહનનું સ્કેન કરવામાં આવે છે અને તેનો હિસાબ કરવામાં આવે છે.

આ સિસ્ટમને લાગુ કરવાની પાછળ સૌથી મોટું કારણ લોકોને ટ્રાફિકજામથી મુક્તિ આપવાનો છે. કારણ કે, ટોલ પ્લાઝા કેશલેસ ન હોવાથી જ્યાં સુધી લોકો પર્ચી નથી કઢાવતા, ત્યાં સુધી ટ્રાફિક જામ હટતો નથી. આ સિસ્ટમ પૂર્ણ રીતે અમલમાં આવ્યા બાદ ટ્રાફિકથી મુક્તિ મળી જશે.

આ રીતે થશે રીચાર્જ અને કપાશે પૈસા

ફાસ્ટ ટેગ સ્ટીકર લગાવ્યા બાદ તમને એક આઈડી મળશે, જે તમારું એકાઉન્ટ હશે. આ એકાઉન્ટમાં વાહનચાલક ઓછામાં ઓછું 100 રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે. જો તમે એકાઉન્ટમાં બેલેન્સ નહી રાખો તો, તમારુ એકાઉન્ટ બ્લેક લિસ્ટ થઈ જશે. ઉદાહરણ માટે જો તમે 500 રૂપિયાનું રીચાર્જ કરાવો છો તો, તમારા ફાસ્ટ ટેગ એકાઉન્ટમાં ચાલ્યું જશે. પછી તમે જે ટોલ પ્લાઝા પરથી પસાર થશો, ત્યાંથી તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવશે. જો તમારા ખાતામાં બેલેન્સ સમાપ્ત થઈ રહ્યું છે, તો પછી તમે કોઈપણ ટોલ પ્લાઝાથી રિચાર્જ કરી શકશો.

READ ALSO

Related posts

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!