GSTV
Home » News » ફાસ્ટેગ નથી? ગભરાશો નહી આ રીતે કરો પેમેન્ટ, સરકારે આ તારીખ સુધી આપી રાહત

ફાસ્ટેગ નથી? ગભરાશો નહી આ રીતે કરો પેમેન્ટ, સરકારે આ તારીખ સુધી આપી રાહત

સરકારે અગાઉ 15 ડિસેમ્બરથી હાઈવે પર ટોલ ટેક્સ ભરવા માટે ફાસ્ટેગ ફરજિયાત કર્યા બાદ હવે તેની અવધિ લંબાવીને 15 જાન્યુઆરી કરી દીધી છે. હવે વાહનચાલક પાસે વધુ એક મહિનો છે. જેમાં તે ફાસ્ટેગ લગાવી શકે છે. પરંતુ ત્યાં સુધી સરકારે વધુ એક રાહત આપતા 25 ટકા લેન પરથી કેશ પેમેન્ટ સ્વીકારવાનું નક્કી કર્યું છે. જેથી જેમણે ફાસ્ટેગ નથી લગાવ્યું તેમને રાહત અને સમય મળે જેથી તે ફાસ્ટેગ લગાવી શકે.

માત્ર 30 દિવસની મંજૂરી

ભારત સરકારના પરિવહન મંત્રાલય મુજબ 30 દિવસ માટે ટોલ પ્લાઝાઓ પર રોકડ પેમેન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. તેના અંતર્ગત ટોલ પ્લાઝા પર ભીડને જોતા ફાસ્ટેગની વધુમાં વધુ 25% લેનને હાઈબ્રીડ રખાશે. આ હાઇબ્રીડ લેન્સમાં 15મી જાન્યુઆરી સુધી ફાસ્ટેગની સાથે કેશ પેમેન્ટથી ફણ નક્કી ટોલ આપી શકાશે. પહેલાં ટોલ પ્લાઝા પર માત્ર એક કેશ લેન રાખવાની અને બીજા પર પસાર થવામાં ડબલ ટેક્સ લેવાની વાત હતી. જો કે ટેગ વગરની ગાડી જો ફાસ્ટેગ લેનમાં આવે છે તો ડબલ ચાર્જ લાગશે.

ફાસ્ટેગ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?


ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ ટેકનીક છે જે નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. આ ટેકનીક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)ના આચાર્ય પર કામ કરે છે. આ ટેગને વાહનની વિન્ડસ્ક્રીન પર મૂકવામાં આવે છે જેથી ટોલ પ્લાઝા પરના સેન્સર તેને વાંચી શકે. જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થાય છે ત્યારે ટોલ ચાર્જ ઓટોમેટિક કપાઇ જાય છે. આ માટે વાહનો અટકાવવાની જરૂર નથી. એકવાર જાહેર થયા પછી ફાસ્ટેગ 5 વર્ષ માટે સક્રિય છે. તેને ફક્ત સમયસર રિચાર્જ કરવાનું હોય છે.

ફાસ્ટેગ મેળવવા આવશ્યક દસ્તાવેજો


જો તમે તોઈ પોઇન્ટ ઑફ સેલ સેન્ટર (POS) પરથી FASTag ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારે કેટલાક દસ્તાવેજો આપવા પડશે. આ દસ્તાવેજોમાં વાહનોના રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ એટલે કે આરસી બૂક, વાહન માલિકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, KYC ડૉક્યૂમેન્ટ્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ, વૉટર આઇડી, આધારમાંથી કોઈ પણ ઑરિજનલ સાથે રાખવા પડશે.

ફાસ્ટેગ કેવી રીતે મેળવવું?


તમારા વાહન માટે ફાસ્ટેગ ખરીદવું ખૂબ જ સરળ છે. નવી કાર ખરીદતી વખતે જ તમે વેપારી પાસેથી ફાસ્ટેગ મેળવી શકો છો.જૂના વાહનો માટે નેશનલ હાઇવેના પોઇન્ટ ઑફ સેલથી ખરીદી શકાય છે. આ ઉપરાંત તમે ખાનગી ક્ષેત્રની બૅન્કો પાસેથી ફાસ્ટેગ પણ ખરીદી શકો છો. તેમનું જોડાણ ભારતના નેશનલ હાઇવે ઓથોરિટીનું છે. આમાં સિન્ડિકેટ બૅન્ક, Axis બૅન્ક IDFC બૅન્ક, HDFC બૅન્ક SBI બૅન્ક, અને ICICI સામેલ છે. જો તમે ઇચ્છો તો તમે પેટીએમથી ફાસ્ટેગ પણ ખરીદી શકો છો.ફાસ્ટેગનો ઉપયોગ કેવી રીતે કરવો?સૌ પ્રથમ ફાસ્ટેગ માટે તમારે પ્લાસ્ટિકનું કવર ઉતારીને વાહનના વિન્ડ સ્ક્રીન પર લગાવવું પડશે અને પહેલી વખત યૂઝ કરી રહેલા યૂઝર્સને તેમના ઑનલાઇન વૉલેટથી લિંક કરવું પડશે. આ માટે તેમને બૅન્કની વેબસાઇટ પર જવું પડશે જ્યાંથી ફાસ્ટેગ ખરીદવામાં આવ્યા છે. આ વૉલેટને ઑલાઇન રિચાર્જ કરી શકાય છે. જ્યારે પણ ફાસ્ટેગ ઍકાઉન્ટમાંથી પૈસા કાપવામાં આવે છે ત્યારે એક એસએમએસ અલર્ટ પણ આવશે.

આ રીતે વાપરો ફાસ્ટેગ


સૌથી પહેલા ફાસ્ટાગ માટે તમારે પ્લાસ્ટિકના કવરને કાઢી નાખવું પડશે અને તેને વાહનની વિંડ સ્ક્રીન પર લગાવવાનું રહેશે. પહેલી વખત, વપરાશકર્તાઓએ તેને તેના ઓનલાઇન વોલેટ સાથે લિંક કરવું પડશે. આ માટે, તેમને બેંકની વેબસાઇટ પર જવું પડશે જ્યાંથી ફાસ્ટેગ ખરીદવામાં આવ્યું છે. પછી આપેલ સ્ટેપને ફોલો કર્યા બાદ વાપરી શકાય છે. આ વોલેટને ઓનલાઇન રિચાર્જ કરી શકાય છે. જ્યારે પણ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસા કપાશે ત્યારે એક એસએમએસ એલર્ટ પણ આવશે.

ફાસ્ટેગથી તમને શું ફાયદો થશે


ફાસ્ટેગનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર નહિં રહે. ઉપરાંત, ચુકવણીની સુવિધાને લીધે કોઈએ તેમની પાસે રોકડ રાખવાની જરૂર નથી. ટોલ પ્લાઝા પર કાગળનો ઉપયોગ પણ ઓછો થશે. લેનમાં વાહનોની લાંબી લાઇનો હોવાથી પ્રદૂષણ પણ ઓછું થશે. ફાસ્ટેગના ઉપયોગ પર ઘણા પ્રકારના કેશબેક અને અન્ય ઓફર્સ પણ ઉપલબ્ધ છે.

આજે જ મેળવી લો ફાસ્ટેગ


ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા ફાસ્ટેગ લાગૂ કરવાને લઇ નોટિફિકેશન રજૂ કરાયું છે. સરકારે નેશનલ હાઇવે પર ટોલ પેમેન્ટ માટે ફરજીયાત ફાસ્ટેગ લાગૂ કરવાની તારીખ 15મી ડિસેમ્બર સુધી વધારી દીધી હતી. મંત્રાલયે પહેલાં તેની તારખી 1 ડિસેમ્બર નક્કી કરી હતી. પછી તમારું વાહન ખાનગી હોય કે કોમર્શિયલ બધા માટે ફાસ્ટેગ જરૂરી છે. આથી જો તમારા વાહન પાસે ફાસ્ટેગ નથી તો ઝડપથી લઇ લો અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવો.

Read Also

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

Mansi Patel

ક્રિકેટર ડેવિડ વોર્નરે જરૂર છે એક બેટની, વિરાટ કોહલીએ જવાબ આપી કહ્યું….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!