GSTV

વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યું ફાસ્ટેગ, લોકોએ કરી આ ફરિયાદો

હાઇવે ટોલનાકા પરથી પસાર થતા વાહનચાલકો માટે રવિવારથી ફાસ્ટેગ ફરજીયાત કરવામા આવ્યુ હતુ પરંતુ હજી પણ આ સીસ્ટમ ઘણા વાહનોમા બાકી હોવાથી તેની મુદતમા વધારો કરવામા આવ્યો છે. ફાસ્ટેગ ને લઈ વાહન ચાલકોમાં ક્યાંક રોષ જોવા મળ્યો.

ટોલટેક્સ બુથ ઉપર ટ્રાન્જેક્શન ઝડપી થાય અને વાહનચાલકોને લાંબી લાઇનમાં ઉભા રહેવું ના પડે તે માટે સરકાર દ્વારા ફાસ્ટેગ યોજના બનાવવામાં આવી છે. ફાસ્ટટેગનું અમલીકરણ 14 ડીસેમ્બરના મધરાતથી શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ સરકારે તેમા 15 જાન્યુઆરી સુધી વધારો કર્યો છે. જીએસટીવીએ બરોડા એક્સપ્રેસ હાઇવેની મુલાકાતા લીધી ત્યારે વાહનોની લાંબી લાઇન જોવા મળી.

ફાસ્ટેગ લાઇનમા અન્ય વાહનો પણ જતા હતા. કેટલાય વાહનચાલકો હતા કે જેઓ પાસે ફાસ્ટેગ નથી કેટલાક વાહનચાલકોની ફરીયાદ હતી કે બેલેન્સ કરાવ્યુ હોવા છતા રીચાર્જ બતાવતુ નથી. વાહન ચાલકોનુ કહેવુ હતુ કે, વર્ષમા એક બે વાર હાઇવે પર મુસાફરી કરનારા વ્યક્તીઓને માટે તે ફાયદાકારક નથી. રીચાર્જ કર્યાના 24 કલાક બાદ બેલેન્સ બતાવે છે જે પ્રકીયા ઝડપી બનવી જોઇએ. ફાસ્ટેગ લેવા માટે પણ લાઇન હોય છે. ફાસ્ટેગની લાઇનમા અન્ય વાહનો પ્રવેશે છે તો તેને અટકાવવા જોઇએ.

ફાસ્ટેગ એ એવી વ્યવસ્થા છે જેમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેક્નોલોજી ( RFID )નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ટોલ પેમેન્ટ સીધા તેની સાથે સંકળાયેલા પ્રિ-પેઈડ એકાઉન્ટમાંથી થાય છે. ફાસ્ટેગને તમારા વીન્ડસ્ક્રીન ઉપર ચોંટાડવામાં આવે છે. તેના કારણે તમારા ફાસ્ટેગ સ્ટીકરની ફ્રીકવન્સી ટોલપ્લાઝમાં લાગેલ સેન્સર સાથે મેચ થઈ જાય છે અને વાહન ચાલક ત્યાંથી સડસડાટ પસાર થઈ શકશે. ફાસ્ટેગ ટોલ બુથ પરથીબેન્ક-કેટલાક પેટ્રોલ પંપ કે ઓન લાઇન મેળવી શકાય છે.

ફાસ્ટેગ ખરીદવા જોઈતા દસ્તાવેજ

  • ફાસ્ટેગ માટેની અરજીની સાથે
  • વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ( RC )
  • વાહનના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • વાહનના માલિકની કેટેગરી મુજબ કેવાયસી ( KYC ) ડોક્યુમેન્ટ

જેમાં એક ફોટો આઈડી અને સરનામાના પુરાવો અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો ગ્રાફ ફરજિયાત છે.
ડ્રાઈવીંગ લાયસન્સ અથવા પાનકાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ. હાલ તો આ કાયદાની મુદતમાં વધારો કરવામાં આવેલ છે પરંતુ ફરીથી જ્યારે તેનું અમલીકરણ થશે ત્યારે ફરીથી ટેગને લઇ પ્રશ્નો સર્જાશે.બેલેન્સને લઇ વાહનચાલકોની સમસ્યા સરકાર દુર કરી શકે છે કે કેમ તે જોવુ રહ્યુ.

READ ALSO

Related posts

કોરોનાનો હાહાકાર: રાજ્યમાં કુલ 84 પોઝિટીવ કેસ નોંધાયા

pratik shah

કોરોનાના ખતરા વચ્ચે ખુશખબરી! સરકારી બેન્ક બાદ આ ખાનગી બેન્કો પણ 3 મહિના સુધી નહી લે લોન EMI

Ankita Trada

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!