GSTV
Business India News ટોપ સ્ટોરી

ડિજિટલ ઈન્ડિયાની ટોલટેક્સમાં ડિજિટલ ક્રાંતિ, દેશમાં 2022માં FASTag કલેક્શન રૂ. 50,000 કરોડને પાર

ભારત હવે ડિજિટલ ઈન્ડિયા તરફ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. યુપીઆઈની સાથે ભારતમાં ડિજિટલ ક્રાંતિના સૌથી મોટા સાધન તરીકે ફાસ્ટેગને પણ જોવામાં આવે છે અને 2022ના વર્ષે ફાસ્ટેગ કલેક્શનના આંકડા તેની હાજરી પુરાવે છે. FASTag ફાસ્ટેગ દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટોલ વસૂલાત 2022માં રૂ. 50,855 કરોડને સ્પર્શી ગઈ હતી. આ આંકડો અત્યાર સુધીનો સૌથી ઉંચો વાર્ષિક આંકડો છે અને 2021 કરતાં 46 ટકા વધુ છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર અગાઉના વર્ષમાં ઈલેક્ટ્રોનિક ટોલ વસૂલાત રૂ. 34,778 કરોડ હતી. “કલેક્શન જ નહિ ફાસ્ટેગ વ્યવહારોની સંખ્યામાં પણ સરેરાશ વૃદ્ધિ જોવા મળી છે. 2021ની સરખામણીમાં 2022માં 48 ટકા વધુ વ્યવહારો થયા હતા. 2021 અને 2022 માં ફાસ્ટેગ વ્યવહારોની સંખ્યા અનુક્રમે 219 કરોડ અને 324 કરોડ હતી તેમ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ જણાવ્યું હતું.

2022માં કલેક્શન દર મહિને સરેરાશ રૂ. 4200 કરોડ હતું. વર્ષ 2019માં હાઈવે પર આ ડિજિટલ ટોલ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. માર્ચ 2022માં માસિક કલેક્શન પ્રથમ વખત રૂ. 4000 કરોડના આંકને વટાવી ગયું હતું. લગભગ 6.4 કરોડ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા છે અને સમગ્ર ભારતમાં ફાસ્ટેગ-સક્ષમ ફી પ્લાઝાની સંખ્યા 2021માં 922થી વધીને 2022માં 1181 થઈ ગઈ છે, એમ વિભાગે પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે

Rajat Sultan

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

Nakulsinh Gohil

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan
GSTV