GSTV

ગ્લેમરસ દેખાવું છે? ફૉલો કરો આ ટિપ્સ અને બની જાઓ આકર્ષણનું કેન્દ્ર

કેટલીક વાર એવું બને છે કે કોઈ યુવતીએ સુંદર પેટર્નવાળો ડ્રેસ, સ્કર્ટ, જીન્સ કે ટોપ પહેરેલા હોવા છતાં લોકો તેના તરફ એક દ્રષ્ટિ નાખીને નજર ફેરવી લે છે, કેમ કે તેમાં જોનારના મનમાં આકર્ષણ ઉત્પન્ન કરે એવું કંઈ હોતું નથી. આજકાલ આધુનિકાઓ પોશાક પહેરતાં પહેલાં જ તેની સાથે કેવી પર્સ, સેન્ડલ તથા આભૂષણો શોભશે એ નક્કી કરી લે છે.

આધુનિક દેખાવા માત્ર સારો પોશાક પહેરવો એટલું જ પૂરતું નથી, એ વાત હવે દરેક યુવતીને સમજાઈ ગઈ છે. તેનાથી લોકોના ધ્યાનનું કેન્દ્ર બિંદુ બની શકાતું નથી.

સુંદર હેરસ્ટાઈલ, ગોગલ્સ, પગમાં સેન્ડલ, ખભા પર લટકતી ફેશનેબલ પર્સ, આકર્ષક આભૂષણ વગેરે સૌંદર્યવૃદ્ધિ માટેની જરૂરી વસ્તુઓ છે. પ્રશ્ન એ થાય છે કે જોનારને આકર્ષિત કરે અને તમારા સૌંદર્યમાં પણ નિખાર લાવે, એવી ચીજ- વસ્તુઓ કેવી હોવી જોઈએ? ચાલો, તમને અહીં તમારી ગ્લેમર વૃદ્ધિમાં ઉપયોગી થાય એવી ચીજવસ્તુઓની થોડી જાણકારી આપીએ.

ગોગલ્સ:

આજકાલ ગોગલ્સ પહેરવાં એ શોખની બાબત બની ગઈ છે. આથી જ તમે જોઈ શકશો કે મેગેઝિનના ફેશન-ફીચર, ટીવી પરથી પ્રસારિત થતી જાહેરખબરો અને ફિલ્મોમાં તેમજ રસ્તા પરથી પસાર થતી ગૌરવર્ણી યુવતીએ પહેરેલ ગોગલ્સ તેને અનોખી આભા પ્રદાન કરે છે. હવે તો યુવતીઓ બપોરના સમયે કોઈ ઓફિસમાં જાય ત્યારે પણ ગોગલ્સ પહેરી રાખે છે.

કેમ કે તેના લીધે એમનું સૌંદર્ય વધુ આકર્ષક લાગે છે. ઘણી વાર ગોગલ્સનો હેરબેન્ડ તરીકે વાળને વ્યવસ્થિત રાખવામાં પણ ઉપયોગ થતો હોય છે અને તમે જોઈ શકશો કે આંખોથી સહેજ ઊંચે કપાળ પર વાળને વ્યવસ્થિત રાખવા ભરાવેલા ગોગલ્સમાં અનોખું ગ્લેમર સમાયેલું છે. 

જ્યારથી યુવતીઓ ગોગલ્સનો ફેશનના સાધન તરીકે ઉપયોગ કરવા લાગી ત્યારથી તેમાં પણ નવા નવા પ્રયોગ થવા લાગ્યા છે, એટલે કે આજે તમને વિવિધ રંગ અને આકારનો ગોગલ્સ જોવા મળશે. આમ છતાં કાળાં ગોગલ્સ, જે આંખોનું તડકાથી રક્ષણ કરે અને તમારા ગ્લેમરમાં પણ વૃદ્ધિ કરે, તેની તોલે બીજા રંગીન ગોગલ્સ આવી શકે નહીં.

આભૂષણ:

પ્રાચીન સમયથી જ આભૂષણો નારી સૌંદર્યની વૃદ્ધિમાં સહાયક થયાં છે. હવે ગ્લેમર વૃદ્ધિ માટે સોનેરી કે રૂપેરી ઓકિસડાઈઝડ કરેલાં નકલી તથા પ્લાસ્ટિકનાં આભૂષણ પહેરવાની ફેશન ખૂબ પ્રચલિત છે. આભૂષણ કપડાંના રંગ, આકાર તથા અવસરને અનુરૂપ પહેરવામાં આવે છે. ગ્લેમરસ દેખાવાની પણ આગવી અદા છે.

મોતીનાં આભૂષણ વધારે ચમકદમક ધરાવતાં હોવાની સાથોસાથ સૌમ્ય પણ લાગે છે. નિતનવા પ્રયોગ દ્વારા આભૂષણોને નવા ઘાટ અને રૂપ આપવામાં આવે છે, જેમ કે, ગળા તથા હાથનું આકર્ષણ વધારવા માટે આકર્ષક આભૂષણોમાં ઘડિયાળ જડવામાં આવે છે. ટોપ તથા સાડીનું આકર્ષણ વધારવા તથા સજાવવા માટે બ્રોચ અને નકલી નંગજડિત બટન લગાવવામાં આવે છે.

સ્કાર્ફ:

અગાઉ શિયાળામાં ઠંડા પવનથી રક્ષણ મેળવવા માટે માથે બાંધવામાં આવતો સ્કાર્ફ હવે ફેશનનું સાધન બની ગયો છે. પોશાક સાથે મેળ ખાતા રંગનો સ્કાર્ફ  વાળમાં ન બાંધવા ઇચ્છતાં હો, તો ગળામાં ટાઈ બાંધી હોય એ રીતે પણ સ્કર્ટ વગેરે સાથે મેળ ખાય એવી રીતે બાંધી શકો. તદુપરાંત, કેટલીક યુવતીઓ તો જીન્સના લૂપમાં ભરાવી તેને એવી રીતે બાંધે છે કે જોનારના મોંમાંથી અનાયસ ‘વાહ’ નીકળી જાય.

કાળો દોરો:

 સમય અને ફેશનમાં આગવી ઓળખ ઊભો કરવો કાળો દોરો અનેક આભૂષણોમાં જુદું જ સ્થાન ધરાવે છે. જુદી-જુદી રીતે પહેરવામાં આવતો આ જાડો કાળો દોરો પહેલાં ગળામાં હારની જેમ એકદમ ફિટ બાંધવામાં આવતો હતો. ત્યાર પછી યુવતીઓ કાંડા પર ચૂડીની જેમ બાંધતી હતી. આજકાલ કાંડાની સાથોસાથ હવે ડાબા પગમાં ઘૂંટીની ઉપર સાંકળીની માફક પણ પહેરવા લાગી છે, જે સાધારણ હોવા છતાં વિશિષ્ટતા દર્શાવે છે.

કાળાં સ્ટોકિંગ્સ:

કિશોરીઓ તથા યુવતીઓ સ્કર્ટ, મિની સ્કર્ટ, ફ્રોક, મિડી વગેરે પહેરે ત્યારે બનાવજોગ છે કે લોકોનું ધ્યાન તેમના પગ તરફ ન પણ જાય, પરંતુ કોઈ યુવતી પોતાના સુડોળ પગ પર ત્વચા સાથે ચોંટી રહે એવાં સ્ટોકિંગ્સ પહેરે, ત્યારે પગનું આકર્ષણ અનેકગણું વધી જાય છે, કેમ કે સ્ટોકિંગ્સનાં ઝીણાં છિદ્રોમાંથી દેખાતા ગોરા પગ અત્યંત સુંદર લાગે છે. બજારમાં રંગબેરંગી સ્ટોકિંગ્સ મળે છે,પરંતુ કાળા સ્ટોકિંગ્સનું ગ્લેમર સાવ અનોખું હોય છે.

હાથમોજાં:

રોજ નિતનવી ફેશનેબલ ડિઝાઇનના પોશાક બનાવતા ડ્રેસ ડિઝાઇનરો હવે કાપડમાંથી એવાં મોહક હાથમોજાં બનાવે છે, જે પહેરીને યુવતી પાર્ટીમાં અનોખી અને અજોડ દેખાઈ આવે. આમાંથી પ્રચલિત થયેલાં કાંડા સુધીની લંબાઈનાં કાળાં અને સફેદ હાથમોજાં જાળીદાર લેસથી સુસજ્જીત હોય છે, જ્યારે કેટલાંક વિશિષ્ટ પોશાક સાથે પહેરવામાં આવતાં વિશિષ્ટ હાથમોજાં જાળીવાળાં હોવાની સાથોસાથ ઋતુને અનુકૂળ રંગવાળા પણ હોય છે.

ઓઢણી:

સાવ સાધારણ ડ્રેસની ડિઝાઇન આકર્ષક હોય તો એની આભા જ અનોખી હોય છે. એ જ રીતે ઓઢણી પણ આકર્ષક ડિઝાઇનની આધુનિક ફેશન મુજબની હોય, તો અનેરું આકર્ષણ ઉત્પન્ન કરે છે. આજકાલ ઓઢણીની માગ વધારે હોવાથી થોડા-થોડાસમયે નવી- નવી ડિઝાઇનની ઓઢણીઓ બજારમાં વેચાય છે.

સુંદર હેરસ્ટાઈલ માટેનાં સાધન: પહેલાંના જમાનામાં લાંબા વાળનો અંબોડો વાળવાની ફેશન હતી. પછી ત્રણ સેરનો ચોટલો વાળવાની ફેશન પ્રચલિત બની અને હવે તો યુવતીઓ રોજ નવા નવા પ્રકારની હેરસ્ટાઈલ કરવા લાગી છે. કલાકો સુધી નવી હેરસ્ટાઈલ વિશે વિચારવામાં અને વાળની સંભાળ તથા સજાવટ પાછળ ખૂબ સમય જવા લાગ્યો. 

હેરસ્ટાઈલ કરવા પાછળ આટલી મહેનત ન કરવી પડે, તેથી હવે બજારમાં હેરસ્ટાઈલ માટેનાં જાતજાતનાં સાધન મળે છે, જે ટૂંકા જ નહીં, લાંબ ાતેમજ ભરાવદાર વાળને પણ વધારે આકર્ષક બનાવે છે. બજારમાં જાતજાતની કિલપો, રબ્બર બેન્ડ ઉપરાંત હવે અંબોડામાં ભરાવવાની નેટ, સ્કાર્ફ વગેરે પણ મળે છે.

આજકાલ મહિલાઓ નોકરી કરતી હોવાથી મોટા ભાગે તેઓ ટૂંકા વાળ રાખે  છે. રોજ લાંબા વાળની નવી નવી શૈલી કરવાનો સમય હોતો નથી. આથી ટૂંકા વાળની નિતનવી ફેશનો પ્રચલિત થઈ છે. આજે લાકડાંની કિલપો તથા સ્કાર્ફ જેવા કપડાંથી પણ હેરસ્ટાઈલ કરવામાં આવે છે.

Read Also

Related posts

કાયમ સુંદર દેખાવા માટે આ રહી ટિપ્સ, આટલુ કરશો કાયમ લાગશો યુવાન

Pravin Makwana

Corona Vaccine : જાણો ભારત બાયોટેકની વૈક્સિનનું ટ્રાયલ યૂપીમાં ક્યારથી થશે શરૂ, કરાઈ રહી છે આ તૈયારી

Mansi Patel

ફાર્માસિસ્ટ ડેની ઉજવણી નિમિતે જ ફાર્માસિસ્ટોએ ઓનલાઇન ફાર્મસી બંધ કરવા સરકાર પાસે કરી માંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!