GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ભરાવદાર માનુનીઓ આ વાતોનું ધ્યાન રાખજો, જો જો ક્યાંક ફેશનના બદલે ફિયાસ્કો ન થઇ જાય

આજકાલ અભિનેત્રીઓથી લઈને સામાન્ય કોલેજીયન યુવતી સુધી બધા પર સાઈઝ ઝીરો ફિગરની ધૂન સવાર થઈ છે. જોકે કેટલીક માનુનીઓ એમ માને છે કે પાતળી અભિનેત્રીના ચાહક પુરુષોને મૂળભૂત રીતે તો થોેડી ભરાવદાર માનુની જ ગમતી હોય છે. તેમ છતાં પ્રત્યેક માનુનીએ પોતાના ફિગરને ધ્યાનમાં રાખીને વસ્ત્રો તથા જ્વેલરીની પસંદગી કરવી જરૃરી છે.

સામાન્ય રીતે  ત્રણ પ્રકારનું ફિગર હોય છે પેર શેપ, અવરગ્લાસ અને એપલ  શેપ. પેર શેપ ફિગર  એટલે ખભા પાસેથી સાંકડુ શરીર ઉરોજ નાના અને નિતંબ તથા થાપાનો ભાગ ભરાવદાર પેર આકારનું ફિગર ધરાવતી માનુનીએ પેડેડ સોલ્ડર ધરાવતાં ડ્રેસ અને એ-લાઈન સ્કર્ટને પસંદ કરવા જોઈએ. તે જ પ્રમાણે તેમણે  બે શેડના ડ્રેસને પ્રાધાન્ય આપવું જેમ કે ડ્રેસમાં કમરથી ઉપરના ભાગમાં હળવો રંગના અને કમરથી નીચેના ભાગમાં ઘેરો રંગ હોય તો શરીર સપ્રમાણ દેખાશે.

મેરલીન મનરો, સ્કાર્લેટ જ્હોન્સન સલમા હાયેક અને જેસિકા સિમ્પસન જેવી આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ અને ઐશ્વર્યા રાય, કરીના કપૂર જેવી બોેલીવૂડની તારિકાઓના ફિગરને અવર ગ્લાસ ફિગર કહેવાય છે. અવર ગ્લાસ ફિગરમાં દેહયષ્ટિ જ સાંકડી હોય છે તથા નિતંબ અને ખભા કમર કરતાં થોડા મોટા અને સપ્રમાણ હોય છે.  જોકે અવર ગ્લાસ ફિગર ધરાવતી માનુનીએ ડ્રેસની પસંદગી ખૂબ સમજી   વિચારીને કરવી જોઈએ.

જો તે ટાઈટ ફિટીંગનો પોેશાક પહેરે તો ખરાબ દેખાય છે. આથી તેમણે ન ટાઈટ કે ન ઢીલા એવા મિડિયમ ફિટિંગના વસ્ત્રો પહેરવા જોઈએ. પ્રોેફેશનલ ઈમેજ ઊભી કરવા તથા પોતાના ફિગર પરથી ધ્યાન બીજી તરફ ફંટાય તે માટે અવર ગ્લાસ ફિગર ધરાવતી માનુનીએ ગળા અને કાનમાં આકર્ષક જ્વેલરી પહેરવી જોઈએ.

જે માનુનીના બાવડા ભરાવદાર હોય તેમણે બાંય વગરનો એટલે કે સ્લીવલેસ ડ્રેસ પહેરવોે નહીં.  બાંય વડે બાવડા પરની ચરબી ઢંકાઈ જાય છે તે જ પ્રમાણે નિતંબનો ભાગ ભરાવદાર હોય તો એ-લાઈન અથવા બોલગાઉન ડ્રેસ પહેરવો જેથી નિતંબ પર કોઈનું ધ્યાન જશે નહીં. વળી કમરની ઉપરના ભાગ તરફ સહુનું ધ્યાન ખેંચાય તે માટે ગળામાં આકર્ષક નેકલેસ પહેરવો.

કમર, નિતંબ અને થાપા પર ચરબીના થર હોય તો ફિગર એપલ-શેપ કહેવાય છે. એપલ એટલે કે સફરજન જેવું ફિગર ધરાવતી માનુનીએ ઢીલા ફિટીંગના વસ્ત્રો પહેરવા નહીં. વી ગળુ ધરાવતા અને મુલાયમ કાપડના પરિધાનને જ એપલ-શેપ ફિગર ધરાવતી યુવતીએ પસંદ કરવા. આવી મહિલાઓએ તૈયાર કપડાં ખરીદતી વખતે ઉતાવળ કરવી નહીં અને જો ડ્રેસ સરખા ફિટીંગના ન હોય તો સારો દરજી શોધી ડ્રેસને માપસર કરાવવા.

તમને કદાચ જાણ નહિ હોય પણ એકદમ પરફેક્ટ ફિગર ધરાવતી માનુનીનું ક્યાંય અસ્તિત્વ જ નથી. માત્ર મોડેલ ફ્રેમનું જ પરફેક્ટ ફિગર હોય છે.  ભરાવદાર માનુનીએ અત્યંત આકર્ષક દેખાવા માટે  ક્યારેય આડેધડ રેડીમેડ કપડાં ખરીદવા નહીં. કપડાં ખરીદતા પૂર્વે ટ્રાયલ લઈ વસ્ત્રોનું ફિટીંગ કેવું બેેસે છે તેની ખાતરી કરી લેવી. જો ડ્રેસ એકદમ ટાઈટ હોય તો શરીર પર  રહેલા ચરબીના થર ડ્રેસમાંથી ડોકાશે. દુકાનમાં રહેલાં મેનીક્વિન (પૂતળાં) પર સુંદર દેખાતો ડ્રેસ  જોઈને તે ખરીદવાનુ મન થઈ જવું સહજ છે.

વળી તમારી ઈચ્છા જાણી ગયેલોે સેલ્સમેન પણ તે ડ્રેસ લેવા ઉકસાવે તો પણ ટ્રાયલ લીધા વગર ડ્રેસ ખરીદવો નહિ. કારણ કે ક્યારેક ડ્રેસનું ગળું ધાર્યા કરતાં ખૂબ નીચું કે નિતંબ પાસેથી તે વધુ પડતો ટાઈટ હોઈ શકે છે. વધુ પડતાં ઢીલા કપડાંથી શરીર વધુ પડતું ભરાવદાર દેખાય છે. આથી કોઈ સારા દરજીને શોધીને યોેગ્ય ફિટીંગના વસ્ત્રો સીવડાવવા અથવા રેડીમેડ ડ્રેસને યોેગ્ય માપના કરાવવા.

લાંબી અને ભરાવદાર માનુનીઓ પર લાંબા સ્કર્ટ સુંદર દેખાય છે. ઓછી ઊંચાઈ ધરાવતી માનુનીઓ લાંબા  સ્કર્ટમાં ભરાવદાર દેખાશે. આથી ઓછી ઉંચાઈ ધરાવતી યુવતીએ સપ્રમાણ લુક મેળવવા માટે ગોઠણથી થોેડી નીચે સુધીની લંબાઈ ધરાવતાં સ્કર્ટ પસંદ કરવા. લાંબી અને ભરાવદાર માનુનીએ ટૂંકા સ્કર્ટ ન પહેરવા.

ઘેરા રંગ હમેશાં શરીરને પાતળું દર્શાવે છે કે જ્યારે હળવા રંગથી શરીર ભારે દેખાય છે. વસ્ત્રોની ખરીદી કરતી વખતે શારીરિક ઊંચાઈને હંમેશા ધ્યાનમાં રાખવી. ઠીંગણી યુવતીઓએ લાંબા ટોપ્સ કે માઈક્રો-મીની સ્કર્ટ પહેરવા નહીં. તૈયાર કપડાં જોે યોેગ્ય ફિટિંગના ન હોય તો તેને માપસરના બનાવવા માટે દરજી પાસે જતાં શરમ અનુભવવી નહીં. આડા કે ઉભા પટ્ટાની ડિઝાઈન શરીરને ભરાવદાર દર્શાવે છે. એટલે લહેરિયા કે ભૌમિતિક પેટર્નના ડ્રેસને પસંદ કરવા.

આવી પેટર્નથી શરીર પાતળું દેખાશે. તે જ પ્રમાણે વી-નેકથી ખભા અને ગળાનું ભરાવદારપણું ઓછું દેખાશે. નિતંબ અને થાપાની ચરબી બુટ કટ જીન્સ અને પેન્ટ દ્વારા ઢંકાઈ શકે છે. વળી બુટ કટથી કમર નીચેનો ભાગ એકદમ સપ્રમાણ દેખાશે. જ્યારે ઢીલા-મોટી બોટમવાળા પેન્ટથી પગ એકદમ ભરાવદાર દેખાશે  તે વાત યાદ રાખવી.

પાતળા દેખાવાની મહત્ત્વની ચાવી છે હીલવાળા સેન્ડલ. જો ખૂબ ચાલવાનું હોય તો જ ફ્લેટ પગરખાં પહેરવા. હીલવાળા સેન્ડલને કારણે ઊંચાઈ વધુ દેખાશે એટલે વજન થોડું ઓછું દેખાશે અને પાતળા હોવાનો આભાસ ઊભો થશે. જોે કમર અને નિતંબ  પર ચરબીના થર હોય તો પહોળા પટ્ટા (બેલ્ટ)ને ભૂલેચૂકે પણ પહેરવા નહીં.

વસ્ત્રોની પસંદગીની જેમ જ આંતરવસ્ત્રોની પસંદગી પણ ખૂબ જ ચીવટપૂર્વક કરવી. યોગ્ય ફિટીંગના અંત:વસ્ત્રો ડ્રેસના ફિટિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો બ્રાના પટ્ટા એકદમ ટાઈટ હોય તો તેનાથી ખભા પર કાપો પડે છે અને ચરબીનો ભાગ ઉપસી આવે છે. વધારે પડતી ટાઈટ પેન્ટીથી પણ નિતંબ  બે ભાગમાં વહેંચાઈ જાય છે જે એકદમ ખરાબ દેખાય છે. જોે કમર પર ચરબીના થર હોય તો તેને છુપાવવા માટે વિવિધ પ્રકારની પેન્ટી બજારમાં ઉપલબ્ધ છે.

ભરાવદાર શરીર ધરાવતી માનુનીએ ઉરોજ લચી ન પડે અને તેને પૂરતો ટેકો મળી રહે તેવી બ્રાને પસંદ કરવી. તથા ફેશન કરતાં સુવિધાને વધુ પ્રાધાન્ય આપવું જોેઈએ. પેડેડ બ્રા પસંદ કરવાની ભૂલ તો ક્યારેય કરવી નહીં. સિન્થેટીક કાપડ કરતાં સુતરાઉ કાપડની પેડેડ/ કુશન શોલ્ડર ગાર્ડ ધરાવતી બ્રા જ ભરાવદાર માનુનીએ પહેરવી. આવી બ્રાને લીધે સ્તનનું  વજન સરખી રીતે વહેંચાઈ જશે અને માનુનીને સુવિધાજનક અનુુભૂતિ થશે.

પ્રત્યેક માનુની આકર્ષક ફિગર ધરાવતી નથી પણ હોેંશિયાર માનુની એ કહેવાય જે સુંદર વસ્ત્ર પરિધાન દ્વારા ફિગરને આકર્ષક દર્શાવે. પાતળી કમર અને સપ્રમાણ દેહયષ્ટિ ધરાવતી માનુની રૅપ-ટોેપ્સ, વી-નેક અને વેસ્ટલાઈન શર્ટમાં સુંદર દેખાય છે. તે પહોળા પટ્ટા (બેલ્ટ)ને પહેરી પાતળી કમરની સુંદરતા ઉજાગર કરી શકે છે. તેને ટાઈટ ફિટિંગના જીન્સ સાથે થોડું લુઝ ફિટિંગનું ટોપ સુંદર દેખાય છે. જોેકે, આ ટોપ વધુ પડતું ઢીલું ન હોવું જોઈએ.

ભરાવદાર દેહયષ્ટિ ધરાવતી માનુનીએ રેડીમેડ કપડાંના સ્ટોરમાં રહેલા  મેટરનીટી સેક્શનમાં સારા ડ્રેસની તપાસ કરવી. ઘણી વખત ગર્ભવતી મહિલાઓ માટે બનાવવામાં આવેલા એમ્પાયર લાઈનના ડ્રેસ અને ટોેપ્સ ભરાવદાર માનુનીની ફેશનેબલ ડ્રેસની ઈચ્છા પૂરી કરી શકે છે. આ ઉપરાંત બેલ એટલે કે ઘંટ આકારની બાંયવાળા ડ્રેસમાં પણ ભરાવદાર માનુની સુંદર  દેખાય છે.

ભારે શરીર ધરાવતી યુવતીએ પ્રિન્ટ અને સ્ટ્રાઈપ્સને બદલે પ્લેન ઘેરા રંગના ડ્રેસને પસંદ કરવા. કાળો ઉપરાંત ડાર્ક બ્લુ અને બ્રાઉન રંગ પણ શરીરને પાતળું દર્શાવે છે. તે જ પ્રમાણે એક જ રંગના ડ્રેસને પહેરવાથી શરીર પાતળું દેખાશે. સફેદ અને હળવા રંગથી  દેહયષ્ટિ ભારે દેખાશે.

શરીરને પાતળું દેખાડવામાં જ્વેલરી પણ ખૂબ જ  મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્વેલરી એકદમ ઓછી કે એકદમ વધુ ન હોવી જોઈએ. વધુ પડતી જ્વેલરીથી પણ શરીર ભારે દેખાય  છે તે યાદ રાખવું.

આકર્ષક દેખાવા માટે વધુ પડતી ચિંતા કરવાની જરૃર નથી પણ કેટલીક સરળ વાતો ધ્યાનમાં રાખવી. સૌથી પહેલાં તો હંમેશા મુલાયમ કાપડમાંથી બનેલા અને શોેલ્ડર પેડ ન ધરાવતાં ડ્રેસને પસંદ કરવા. એ-લાઈન બોેટમ અને પ્રિન્ટેડ ટોપને કારણે શરીર પર રહેલા ચરબીના થર ઢંકાઈ જાય છે. તે જ પ્રમાણે ઈન્ડો-વેસ્ટર્ન ગાર્મેન્ટ પણ ભરાવદાર માનુની પર શોભે છે.

ચુડીદાર કે ટાઈટ ફિટિંગના પેન્ટ સાથે ગોેઠણ સુધીની લંબાઈ ધરાવતાં ટોપ સરસ લાગે છે. વાસ્તવમાં શરીર પર જે જગ્યાએ ચરબી હોેય ત્યાં નહિ પણ જે ભાગ આકર્ષક હોય ત્યાં સહુનું ધ્યાન ખેંચાય તે પ્રમાણે ડ્રેસની પસંદગી કરવી.

જેમ કે ભરાવદાર હાથ ધરાવતી માનુનીએ પહોેળું ગળું અને ઢીલા ખભા ધરાવતાં ડ્રેસને વધુ પસંદ કરવા. તેમના પર ઘેરો રંગ અને ઝીણી પ્રિન્ટ ધરાવતાં કાપડના  ડ્રેસ વધુ સરસ દેખાય છે. જ્યારે મોટી પ્રિન્ટથી શરીર વધુ ભરાવદાર લાગે છે. વળી ડ્રેસ વધુ  પડતાં ટાઈટ કે વધુ પડતાં ઢીલા નહીં પણ સપ્રમાણ ફિટિંગના હોવા જોઈએ.

અંતિમ અને સૌથી મહત્ત્વની વાત છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસથી સભર માનુની હંમેશા આકર્ષક જ દેખાય છે. કોઈપણ પ્રકારનો ડ્રેસ હશે પરંતુ ચહેરો આત્મવિશ્વાસથી છલકાતો હશે તો માનુનીની એક આગવી છબી ઉભરશે તે વાતને ગાંઠે બાંધી રાખવી.

Read Also

Related posts

ફૂલોમાં છૂપાયેલો હોય છે આ બિમારીઓનો ઈલાજ, ઘરે બેઠા કરી શકો છો તેનો વપરાશ

pratik shah

ગરમ પાણી પીવાથી ચેહરા પર આવે છે નિખાર, જાણો બીજા અનેક ફાયદા..

pratik shah

લાલ ચટ્ટક સફરજન ખાતા હોવ તો પહેલા આ વાંચી લો, ચેતી જજો! નહીં તો થશે આ ગંભીર બિમારી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!