GSTV
Surat Trending Videos ગુજરાત

Video: વાહ…ગુજરાતીઓએ શોધી કાઢ્યો ગરબા રમવાનો જુગાડ, ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ બનાવ્યા PPE કિટ વાળા ચણિયાચોળી

ગરબા

ગુજરાતમાં નવરાત્રી પર ગરબા (Garba in Navratri) કરવાનો ક્રેઝ આજકાલનો નથી. કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે ભલે જાહેરમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ ગરબાના શોખીનોએ તેનો પણ રસ્તો શોધી કાઢ્યો છે. સૂરતમાં ફેશન ડિઝાઇનિંગના કેટલાક સ્ટુડન્ટ્સે કંઇક આવો જ રસ્તો શોધી કાઢ્યો છે જેનાથી કોરોનાનું સંક્રમણ પણ ન ફેલાય અને ગરબાનો શઓખ પણ પૂરો થઇ જાય. કેટલાંક સ્ટુડન્ટ્સે પીપીઇ કિટ્સ (PPE Kits)માંથી બનાવેલા સ્પોર્ટિંગ હેન્ડ પેન્ટેડ કોસ્ટ્યુમમાં ગરબા રમ્યા. જણાવી દઇએ કે શરાદીય નવરાત્રી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ચાલશે.

હાલ આ અનોખા ગરબા કોસ્ટ્યુમનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. PPE કિટ્સમાંથી બનેલા સ્પોર્ટિંગ હેન્ડ પેન્ટેડ કોસ્ટ્યુમને ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સે પોતે તૈયાર કર્યા છે. જેથી આ મહામારીના સમયમાં પણ ગરબાનો શોખ પૂરો થઇ શકે.

ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે આ વર્ષે રાજ્યમાં કોઇપણ જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન નહી થાય. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની ઘોષણા કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 17થી 25 ઓક્ટોબર સુધી રાજ્ય કક્ષાના નવરાત્રી મહોત્સવનું આયોજન થવાનું હતું પરંતુ કોરોના મહામારીને પગલે આ આયોજન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર તરફથી જારી નિવેદનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું કે આ વર્ષે રાજ્યમાં નવરાત્રીનું આયોજન નહી કરવામાં આવે. સરકારના આ નિર્ણય બાદ રાજ્યના મોટા ગરબા આયોજનકોએ પણ આ વર્ષે ગરબા આયોજનથી ઇનકાર કરી દીધો છે. જો કે આ દરમિયાન લોકોએ માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટેંસિંગનું પૂરૂ ધ્યાન રાખવુ પડશે.

Read Also

Related posts

માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી  મળી આઝાદી

Nakulsinh Gohil

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ

Hardik Hingu
GSTV