GSTV
Home » News » આ ફળો તમને સ્વાસ્થ્યની સાથે સુંદરતા પણ આપશે, રોજે ખાવાની પાડો ટેવ

આ ફળો તમને સ્વાસ્થ્યની સાથે સુંદરતા પણ આપશે, રોજે ખાવાની પાડો ટેવ

સુંદર અને આકર્ષક દેખાવુ દરેક લોકોની ઈચ્છા હોય છે. ચહેરા પર અલગ અલગ પ્રકારની ક્રીમ લગાવવાથી લઈને મેકઅપ અને લેઝર ટ્રીટમેન્ટ સુધી તમે ઈચ્છા બતાવવા માટે શું શું નથી કરતા. આ બધી વસ્તુઓથી તમને ઈચ્છીત પરિણામ જરૂર મળી જાય છે પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ પણ કેટલાંય હોય છે. સાથે આ સુંદરતા થોડા સમય માટે જ હોય છે. એટલા માટે ચહેરાને પ્રાકૃતિક રીત સુંદર બનાવો જેથી આ સુંદરતા હંમેશા બનેલી રહે છે. તેના માટે સૌથી જરૂરી હોય છે આ ફળો.

ફળોને આમ જ સ્વાસ્થ્યનો ખજાનો નથી કહેવાતુ. ફળ ખાવાથી ન માત્ર તમારી હેલ્થ સારી બને છે પરંતુ તમને સુંદર બનાવવામાં પણ આ મહત્વની ભૂમિકા નિભાવે છે. આવા જ એક ફળ વીશે અમે આજે તમને જણાવીશું જે તમને સ્વાસ્થ્યની સાથે સુંદર ત્વચા પણ આપે છે અને તે ફળ છે કિવી. સ્કિનથી ઉમરની જાણકારી મળે છે. જો તમારી સ્કિન સુંદર અને ચમકદાર છે તો તમે હંમેશા સુંદર અને જવાન દેખાશો. કિવી ખાવામાં જેટલી સારી હોય છે તેટલી સ્કિન માટે ફાયદાકારક છે.

આ રીતે ત્વચાને બનાવે છે સુંદર

  • રોજની એક અથવા બે કિવી ખાવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ મજબુત બનેલો રહે છે. તેનાથી એ ખબર પડે છે કે કિવીના સેવનથી શરીરમાંના ટોક્સિંસ બહાર નિકળી જાય છે અને જેનાથી સ્કિન હેલ્થી બની જાય છે.
  • આ વાત સાચી છે કે ઉંમરની સાથે સ્કિનની ચમક પ ઓછી થતી જાય છે પરંતુ જો તમે ચહેરા પર કિવીથી મસાજ કરો તો ચહેરાની રોનક પાછી આવી શકે છે. કિવીમાં હાજર વિટામિન-સી સ્કિનમાં કોલેજન પ્રોડ્યૂસ કરે છે જે સ્કિનને સોફ્ટ અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે.
  • કિવીમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ પણ હોય છે જે ખીલ સાથે સ્કિન સંબંધી કેટલીંય બીમારિયોને દુર રાખવાનું કામ કરે છે.
  • તેમાં વિટામિન-ઈ હોય છે જે સ્કિનને રિપેર કરવાનું કામ કરે છે. આ સિવાય કિવીમાં ડાઈટરી ફાઈબર પણ હાજર હોય છે. તેનાથી સ્કિનમાં ચમક આવી જાય છે.

કીવી સિવાય કેરી, કેળુ, લીંબુ અને પપૈયુ પણ એવા ફળ છે જે તમારી ત્વચને અંદરથી નિખાર આપે છે

READ ALSO

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!