GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં રાજકીય ઘમાસાણ, ફારૂક અબ્દુલ્લાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

જમ્મુ કાશ્મીરમાં રાજકીય ઘમાસાણ, ફારૂક અબ્દુલ્લાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

farooq abdullah news

જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ બાદ એનસી નેતા ફારૂક અબ્દુલ્લાએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં એનસીની સરકાર બનતા જોઈને રાજ્યપાલે દિલ્હીના ઈશારે વિધાનસભા ભંગ કરાવી છે. જમ્મુ કાશ્મીરમા છેલ્લા પાંચ મહિનાથી રાજ્પાલનું શાસન છે.

અબ્દુલ્લાએ વધુમાં કહ્યુ કે, જમ્મ કાશ્મીરમાં રાજ્યપાલને સતત કહેવામાં આવ્યુ છે કે, વિધાનસભાને ભંગ કરવામાં આવે જેથી જમ્મુ કાશ્મીરની જનતા પાસે એનસી જઈ શકે. જો કે, જમ્મુ કાશ્મીરમાં ગવર્નર પદ હમેશા વિવાદમાં રહ્યુ છે. એક સવાલના જવાબમાં અબ્દુલાએ કહ્યુ, એનસી અને પીડીપી વચ્ચે ગઠબંધન કરવાનો વિચાર હજી સુધીમાં કરવામાં આવ્યો નથી. પરંતુ આ મામલે કાર્યકર્તાઓની ઇચ્છાને જાણવામાં આવશે. જે બાદ એનસી કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકે છે.

Related posts

હવે અંતરિક્ષમાં ભારતનો દબદબો વધશે, કેટલીય સમસ્યોઓનો સામનો કરીને ખજાના સુધી પહોંચશે યાન

Nilesh Jethva

Chandrayaan 2 VIDEO: જુઓ 33 સેકેન્ડનો એ રોમાંચ જ્યારે વધી ગઈ હતી દેશની ધડકનો

Kaushik Bavishi

ચંદ્રયાન-2નું અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ, 48 દિવસ બાદ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવમાં કરશે લેન્ડિંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!