GSTV
Home » News » ફારૂક અબ્દુલ્લાની ભાગલાવાદીઓને સલાહ, કેન્દ્રની સાથે ચર્ચામાં સામેલ ન થવું

ફારૂક અબ્દુલ્લાની ભાગલાવાદીઓને સલાહ, કેન્દ્રની સાથે ચર્ચામાં સામેલ ન થવું

farooq abdullah

શ્રીનગરના સાંસદ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ ભાગલાવાદીઓને કેન્દ્રની સાથે ચર્ચામાં સામેલ નહીં થવાની સલાહ આપી છે. તેમણે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ફારૂકે જણાવ્યું છે કે સરકાર ભાગલાવાદીઓ સાથેની વાતચીત પ્રત્યે ઇમાનદાર નથી અને વાતચીતની કોશિશ એક જાળ જેવી છે.

 ફારૂકે ભાગલાવાદીઓને કહ્યું કે તેમણે આપણને સ્વાયત્તતા નથી આપી કે જેની ગેરેન્ટી આપણને બંધારણ આપે છે. તે તમને શું આપશે ? કેન્દ્ર સરકાર ભાગલાવાદીઓની સાથે વાતચીત માટે ગંભીર નથી. અને તેઓ વૈશ્વિક દબાણના કારણે આ બધુ કરી રહ્યા છે. ફારૂકે કહ્યું કે કેન્દ્ર સરકારે વાતચીતનું એક જાળ બિછાવી છે અને ભાગલાવાદીઓએ તેમાં ફસાવવું જોઇએ નહીં.

વાતચીત ત્યારે જ કરો કે જ્યારે ભારત એક નક્કર પ્રસ્તાવની સાથે આવે. ફારૂકે કહ્યું કે મને નથી લાગતુ કે ભાજપ તમને કંઇ પણ આપવા માટે તૈયાર છે. તેઓ પોતાના ઇરામાં ઇમાનદાર નથી અને તેઓ ભાગલાવાદીઓને બદનામ કરવા માટે વાતચીતના ટેબલ પર લાવવા ઇચ્છે છે.

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!