GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

પુલવામામાં ગાડી ન પકડી, મોદી સરકારે જ CRPFના જવાનોને મરાવ્યાઃ ફારૂક અબ્દુલ્લા

જમ્મુ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસ પર ફરી હુમલો કર્યો છે. ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીરની એક ચૂંટણી સભામાં સંબોધતા જણાવ્યું કે પુલવામામાં સીઆરપીએફના જવાનો મોત માટે મોદી સરકાર જવાબદાર છે.

વડાપ્રધાન સામે તાતા તીર ફેંકતા અબ્દુલ્લાએ જણાવ્યું કે તેમણે જ સીઆરપીએફના જવાનોને મરાવ્યા છે. પુલવામામાં આતંકી હુમલો થશે તેવી બાતમી હોવા છતાં ગાડી પકડી ન હતી અને હુમલો થયો હતો. આવું બનિહાલમાં પણ કર્યું હતું. આ બંને બનાવની તપાસ થવી જોઇએ. જમ્મુ- કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા ઉપર આતંકી હુમલો થયો હતો અને તેમાં ૪૦ થી વધુ જવાનો શહીદ થયા હતા.

આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ- એ – મોહમદે લીધી હતી. અબ્દુલ્લાએ વડાપ્રધાનને આ મુદે ઘેર્યા હોય તેવો આ પહેલો બનાવ નથી આ અગાઉ પણ  તેમણે મોદીને ઘેર્યા છે. આ અગાઉ તેઓ કરી ચુકયા છે કે મોદીની જીત માટે જ પુલવામા હુમલો થવા દેવાયો હતો. કેન્દ્ર સરકારને હુમલાની  અગાઉથી જાણ હોવા છતાં વડાપ્રધાન મોદી ચૂંટણીમાં જીતી શકે એટલા માટે જ પુલવામામાં આતંકી હુમલો થવા દેવાયો હતો.

farooq abdullah

તો બીજી તરફ ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લાએ પણ ભાજપ અને આરએસએસ પર હુમલો કર્યો છે. તેણે અનંતનાગ ખાતેની એક રેલીમાં જણાવ્યું કે ભાજપ હંમેશા મુસ્લિમ વિરોધી છે. આરએસએસની ફીલોસોફી જુઓ એટલા માટે જ અમે પીડીપીના મુફતી અને મહેબુબા મુફતીને આ રાજયમાં ભાજપને લાવવાની ના પાડતા હતા અને એ જ ખતરનાક સાબિત થયું.

Read Also

Related posts

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6.50 લાખ, 46 હજારથી વધુ લોકોના થયા મોત

Karan

સુરેન્દ્રનગરમાં ખેડૂત એકતા મંચે પાક વીમા મુદ્દે કર્યો નવતર વિરોધ, ભગવાનને કરી પ્રાર્થના

Mansi Patel

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 50 હજાર ટેસ્ટિંગ, અત્યાર સુધી ટેસ્ટિંગની સંખ્યા 11 લાખને પાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!