GSTV

ખેતીવાડી: સ્ટ્રોબરીની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે ખેડૂતો, એકરદીઠ 8 લાખ રૂપિયા સુધીની થશે આવક

Last Updated on June 24, 2021 by Pravin Makwana

ભારતમાં સ્ટ્રોબરીની ખેતી લાંબા સમયથી થઈ રહી છે. જો કે, હવે મોટી સંખ્યામાં ખેડૂતો તેની ખેતી કરી રહ્યા છે. કમાણી સારી હોવાના કારણે ખેડૂતોનું આકર્ષણ તેમાં વધી રહ્યુ છે. પોલીહાઉસ, હાઈડ્રોપોનિક્સ અને સામાન્ય રીતે તેની ખેતી થઈ શકે છે. પોલીહાઉસ અને હાઈડ્રોપોનિક્સ રીતે ખેતી કરવામાં વધારે ખર્ચ આવે છે. જો કે આ બંને રીતે ખેતી કરવાનું દરેક ખેડૂત માટે શક્ય નથી.

અમે અહીં આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, સ્ટ્રોબરીની સામાન્ય રીતે ખેતી કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. જો આપ યોગ્ય રીતે તેની ખેતી કરો છો, તો એક એકરમાં આસાનીથી 8 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. સ્ટ્રોબરી એકદમ નાજૂક ફળ છે. આવા સમયે તેની ખેતીમાં વિશેષ ધ્યાન રાખવુ પડે છે.

ખેતી માટે યોગ્ય સમય

ભારતમાં સ્ટ્રોબરીની ખેતી સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં થાય છે. વરસાદ બાદ આ હવામાન સ્ટ્રોબરી માટે ખૂબ જ સારૂ માનવામાં આવે છે. આમ તો તેની ખેતી દરેક પ્રકારના ખેતરમાં થઈ શકે છે, પણ લાલ માટીમાં જો તેની ખેતી થાય તો પરિણામ વધારે સારૂ આવી શકે છે. સ્ટ્રોબરીની ખેતી માટે 15થી 30 ડિગ્રી તાપમાન યોગ્ય રહે છે. વધારે તાપમાન હોવાના કારણે પાક ખરાબ થવાની શક્યતા રહે છે.

સ્ટ્રોબરીની વેરાયટી

કૃષિ નિષ્ણાંતો જણાવે છે કે, સમગ્ર દુનિયામાં સ્ટ્રોબરીની અલગ અલગ 600 વેરાયટી જોવા મળે છે. જો કે ભારતમાં વ્યવસાયિક ખેતી કરનારા ખેડૂતો કમારોસા, ચાંડલર, ઓફ્રા, બ્લેક મોર, સ્વીડ ચાર્લી, એલિસ્તા અને ફેયર ફોક્સ જેવી વેરાયટીનો ઉપયોગ કરે છે. ભારતમાં હવામાન જોતા આ વેરાયટી સારૂ પરિણામ આપે છે.

અલગ રીતે તૈયાર કરવુ પડે છે ખેતર

સ્ટ્રોબરીની ખેતી પહેલા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયામાં ખેડૂતોને 3.4 વાર રોટરથી હળવુ જોઈએ. બાદમાં ગોબરનું ખાતર ખેતરમાં નાખવું. જેનાથી ખૂબ લાભ થશે. રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરી શકો.

આ બધુ કર્યા બાદ ખેતરમાં બેડ બનાવવા પડે છે. બેડની લંબાઈ-પહોળાઈ એકથી બે ફૂટની વચ્ચે હોય છે. અને આટલી જગ્યા એકબીજાની વચ્ચે રાખવી. છોડ લગાવવા માટે એક મલ્ચિંગ કરવામાં આવે છે અને તેમાં એક નિશ્ચિત અંતરે કાણા પાડવામાં આવે છે.

સિંચાઈ

છોડ લગાવ્યા બાદ ડ્રિપ અથવા સ્પ્રિકંલરથી સિંચાઈ કરવી જોઈએ. ત્યાર બાદ સમય સમયે ભેજને જોતા આગળ સિંચાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

સ્ટ્રોબરીમાં સારી કમાણી કરવા માટે ખાતર ખૂબ મહત્વનું છે. આપ માટી અને સ્ટ્રોબરીની વેરાયટીના આધારે ખાતર આપી શકો છો. તેના માટે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ લેવી જોઈએ.

છોડ લગાવ્યાના દોઢ મહિના બાદ સ્ટ્રોબરીના ફળ આવે છે. જે ચાર મહિના સુધી ચાલુ રહેશે. આ ફળનો રંગ એકદમ લાલ થઈ જાય ત્યારે તેને ઉતારવાનું ચાલુ કરવુ જોઈએ.

READ ALSO

Related posts

Rare Notes: ફક્ત 5 રૂપિયામાં બદલો તમારું નસીબ, આ 1 નોટના બદલામાં મેળવો હજારો રૂપિયા

Vishvesh Dave

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta

ઈલેક્શન કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ના કરોઃ આ રીતે મિનિટોમાં થઈ જશે તમારું કામ, બસ આ એક જ કરવાની છે સરળ પ્રોસેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!