GSTV

આનંદો/ ખેડૂતોને 2000 રૂપિયાના બદલે મળશે 4000 રૂપિયા, ફટાફટ કરી લો આ નાનકડુ કામ

ખેડૂતો

Last Updated on September 4, 2021 by Bansari

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેનારા લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. પરંતુ જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો મોદી સરકાર ખેડૂતો માટે ઉપલબ્ધ આ સુવિધાને બમણી કરવાનું વિચારી રહી છે. જો આવું થાય તો ખેડૂતોને 6000 રૂપિયાને બદલે દર વર્ષે ત્રણ હપ્તામાં 12000 રૂપિયા મળી શકે છે.

આ રીતે ઉઠાવો લાભ

જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે તરત જ તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નહીંતર આ તક તમારા હાથમાંથી જતી રહેશે. આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવું એકદમ સરળ છે. તમે ઘરે બેઠા આ પ્રક્રિયા ઓનલાઇન પૂરી કરી શકો છો. આ સિવાય, તમે પંચાયત સચિવ અથવા પટવારી અથવા સ્થાનિક કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ યોજના માટે અરજી કરી શકો છો. આ સિવાય, તમે આ યોજના માટે તમારુ રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો.

ખેડૂતો

તમે આ રીતે કરાવી શકો છો રજીસ્ટ્રેશન

  • તમારે પહેલા PM Kisanની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે.
  • હવે Farmers Corner પર જાઓ.
  • અહીં તમારે ‘New Farmer Registration’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારે આધાર નંબર દાખલ કરવો પડશે.
  • આ સાથે, કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરવી પડશે અને પછી પ્રક્રિયાને આગળ વધારવી પડશે.
  • આ ફોર્મમાં તમારે તમારી સંપૂર્ણ વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • આ સાથે, બેંક ખાતાની વિગતો અને ખેતર સંબંધિત માહિતી ભરવાની રહેશે.
  • તે પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
ખેડૂતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિહારના કૃષિ પ્રધાન અમરેન્દ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મળીને પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળેલી રકમ બમણી કરવા માટે પણ ચર્ચા કરી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હપતો ક્યારે આવે છે તે જાણો

ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આવે છે. પીએમ કિસાન પોર્ટલ અનુસાર, યોજનાનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં પહોંચે છે. ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Read Also

Related posts

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!