પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ, આગામી હપ્તાના રૂપિયા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવવાના છે. જો ખેડૂતો દસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો 15 ડિસેમ્બરે ખાતામાં દસમા હપ્તાના પૈસા આવી જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી સરકાર ખેડૂતો માટે ઉપલબ્ધ આ સુવિધાને ડબલ કરવા પર વિચાર કરી રહી છે. જો આવું થાય તો ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા મળી શકે છે. હવે ટૂંક સમયમાં 10મો હપ્તો પણ તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. પરંતુ, શું તમે જાણો છો કે આનાથી વધુ ત્રણ ફાયદા પણ મળી શકે છે…

(1) કિસાન ક્રેડિટ કાર્ડ (KCC kisan credit card)
હવે કિસાન ક્રેડિટ કાર્ડને પણ પીએમ કિસાન યોજના સાથે જોડવામાં આવ્યું છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી KCC બનાવવાની પ્રક્રિયા ઝડપી બને. એટલે કે સરકાર જેમને 6000 રૂપિયા આપી રહી છે, તેમના માટે KCC બનાવવાનું સરળ બનશે. હાલમાં લગભગ 7 કરોડ ખેડૂતો પાસે KCC છે, જ્યારે સરકાર શક્ય તેટલી વહેલી તકે વધુ એક કરોડ લોકોને સામેલ કરવા અને તેમને 4 ટકાના દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવા માંગે છે.
(2) પીએમ કિસાન માનધન યોજના
જો કોઈ ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે, તો તેણે પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેશે નહીં. કારણ કે આવા ખેડૂતના સંપૂર્ણ ડોક્યુમેન્ટ ભારત સરકાર પાસે છે. આ યોજના હેઠળ, ખેડૂતો પીએમ કિસાન યોજનામાંથી મળેલા લાભોમાંથી સીધો ફાળો આપવાનું પસંદ કરી શકે છે. આ રીતે તેણે પોતાના ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા પડશે નહીં. 6000 રૂપિયામાંથી તેનું પ્રીમિયમ કપાશે.

(3) કિસાન કાર્ડ બનાવવાનો છે પ્લાન
મોદી સરકાર પીએમ કિસાન યોજનાના ડેટાના આધારે ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી (Unique farmer ID) બનાવવાની તૈયારી કરી રહી છે. આ ઓળખ કાર્ડને પીએમ કિસાન અને રાજ્યો દ્વારા બનાવવામાં આવતા લેન્ડ રેકોર્ડ ડેટાબેઝ સાથે લિંક કરીને આ ઓળખ પત્ર બનાવવાની યોજના છે. આ પછી, ખેડૂતો સુધી કૃષિ સંબંધિત યોજનાઓ પહોંચવામાં સરળતા રહેશે.
Read Also
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ