GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

બુલેટ ટ્રેન માટે રસ્તો થયો સાફ : મોદીને નડશે ગુજરાતના ખેડૂતો, સુપ્રીમ પહોંચશે મામલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી છે. જેથી રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રસ્તો સાફ થયો છે. કોર્ટે ખેડૂતોની ચાર ગણું વળતર આપવાની માગ ફગાવી દીધી છે. ત્યારે આ ચુકાદાને હવે ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

પીએમ મોદી અને જાપાનના પીએમ શીંજો આબેએ અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાશ કર્યો હતો. જોકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનને લઈ પહેલેથી જ વિવાદમાં રહ્યો છે. એક હજારથી વધુ ખેડૂતોએ જમીન સંપાદન માટે જંત્રીના ભાવથી ચાર ગણું વળતર આપવાની માગ કરીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે માગ હાઈકોર્ટે ફગાવી દીધી છે. જોકે વળતરનો મુદ્દો કોર્ટે ખુલ્લો રાખ્યો છે. ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે જંત્રી મુજબના ભાવથી ખેડૂતોને નુકસાન થશે. ખેડૂતો આ ચુકાદાને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

ખેડૂતો અને તેમના વકીલનું કહેવું છે કે દેશના વિકાસના વિરોધી નથી. પણ ખેડૂતોને અન્યાય થાય છે તેનો વિરોધ છે. બુલેટ ટ્રેન આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં પણ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી હતી. નેશનલ રેલવે કોરીડોરના વકીલે કહ્યું કે હાઈકોર્ટે પાછલી અસરથી કેન્દ્ર સરકારે ઘડેલા કાયદા માન્ય ગણાવ્યા છે.

ખેડૂતોની માગણી હતી કે, વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની રકમ ગુજરાત સરકારના જમીન સંપાદનના કાયદા મુજબ નહીં પણ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે. આમ હાઈકોર્ટના આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવવામાં આવશે.

READ ALSO

Related posts

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva

સૌની યોજનાનું કામ ઠપ્પ થતા બાબરા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!