GSTV

ખેડૂતોની હામી ગણાવતી ભાજપ સરકારના રાજમાં જ ખેડૂતો પાયમાલ થવાના આરે

Last Updated on October 16, 2018 by Arohi

પોતાને ખેડૂતોની હામી ગણાવતી રાજ્યની ભાજપ સરકારના રાજમાં જ ખેડૂતો પાયમાલ થવાના આરે છે. એક તરફ વરસાદ ઓછો થવાને કારણે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. તો બીજી તરફ મોંઘવારી પણ સતત વધી રહી છે. પરિણામે રાજ્યમાં ખેડૂતોની હાલત સતત કફોડી બની રહી છે. પાણી, સિંચાઇ, વીજળી, જમીનનું યોગ્ય વળતર. પાક વીમો, પોષણક્ષમ ભાવ, જેવા અનેક પ્રશ્ને સતત ઉપેક્ષા સેવી રહેલા જગતના તાતે હવે ત્રીજું નેત્ર ખોલ્યું છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યોને સાથે રાખીને કલેક્ટર કચેરીએ અર્ધનગ્ન હાલતમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો.

બીજી તરફ જેતપુરમાં જમીનનું યોગ્ય વળતર આપવા અને તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોએ ગળામાં ફાંસીનો ગાળીયો નાંખી નવતર વિરોધ કર્યો. તો ડીએપી ખાતરમાં 15 દિવસમાં જ બીજી વખત ભાવવધારો ઝીંકાતા ખેડૂતો પર જાણે કે પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ પડધરી તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ ઘાસચારાની તંગી દૂર કરવાની માંગ સાથે ખેડૂતોએ રેલી યોજી.

માલધારીઓએ પશુધન બચાવવા સરકાર તાત્કાલિક રાહતભાવે ઘાસચારો પૂરો પાડે તેવી માંગણી કરી. મોરબીના ઘુંટું ગામે પણ લસણના પૂરતા ભાવો ન મળતા ખેડૂતોએ લસણ રસ્તા પર ફેંકી વિરોધ વ્યક્ત કર્યો તેમજ સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા.

 

 

 

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!