GSTV
Home » News » એક જ આંબાવાડિયામાં વિવિધ પ્રજાતિની કેરીનું ઉત્પાદન મેળવતા ખેડૂત

એક જ આંબાવાડિયામાં વિવિધ પ્રજાતિની કેરીનું ઉત્પાદન મેળવતા ખેડૂત

ડભોઇ તાલુકાના ભીલાપૂર ગામે ખેડૂતે 50 વીઘા જમીનમાં કેરીની ખેતી શરૂ કરી છે. અલગ અલગ કલમો કરીને ૫૦ વિઘા જમીનમાં કેરીના છોડવા રોપીને વિવિધ જાતની કેરીનું ઉત્પાદન કરીને ખેડૂત સારી એવી આવક કરી રહ્યાં છે.

ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે એક ખેડૂતે ફાર્મ હાઉસમાં કેરીની ખેતી શરૂ કરી છે. 50 વિઘા જમીનનમાં આંબોના છોડવાનું રોપણ કર્યુ હતુ. બે ત્રણ વર્ષમા આંબા કલમમાંથી આંબાનુ ઝાડ તૈયાર થતા ધીરે ધીરે અલગ અલગ પ્રકારની કલમોમાંથી વિવિધ જાતની કેરીનું ઉત્પાદન શરૂ થયું છે.

આંબાની જાતોમાં આમ્રપાલી, મટલીકા, ઓમપૂરી, બેગમ પલ્લી, વનલક્ષ્મી તેમજ નીલેશ્વરી, સીંધુ સીડલેશ અને લંગડા, રામપૂરી, તોતાપૂરી વગેરે જાતનું વાવેતર કરતા આંબાઓ પર કેરી લાગી ગઇ છે. મીઠી સાકર  જેવી તેમજ ખાટી સ્વાદીષ્ટ કેરીઓના લુમને લુમનો ઉતારો શરૂ થયો છે. આ કાચી કેરીઓ ગુજરાતના તેમજ મહારાષ્ટ્રના વિવિધ તાલુકાઓમા વેચાણ કરતા સારી એવી આવક ખેડૂત મેળવી રહ્યાં છે.

Related posts

ચીનની કોલસાની ખાણમાં થયો વિસ્ફોટ, 15નાં મોત-9 ઘાયલ

Mansi Patel

બોલ ટેમ્પરિંગ મામલે નિકોલસ પૂરનને મળી ઓછી સજા, આ મામલે સ્ટીવ સ્મિથ બોલ્યા એવું કે….

pratik shah

મગફળી ખરીદ કેન્દ્રો પર ઉડી રહ્યા છે કાગડા, ત્રણ દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ સેમ્પલ થાય છે રિજેક્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!