GSTV
Gujarat Government Advertisement

શાકભાજી વેચવા આવતા ખેડૂતોને આવ્યો રડવાનો વારો, જથ્થાબંધ શાકભાજીના નથી મળી રહ્યા યોગ્ય ભાવ

Last Updated on February 8, 2020 by Mayur

રાજકોટ સહિતના શાકમાર્કેટમાં જથ્થાબંધ શાક વેચવા આવતા ખેડૂતોએ ફરી રડવાનો વારો આવ્યો છે. જથ્થાબંધ શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ખર્ચની રકમ પણ મળે તેવી સ્થિતિ નથી. રાજકોટમાં હોલસેલ માર્કેટમાં ડુંગલી કોબીજ, ટામેટાના ભાવ તળિયે પહોંચ્યા છે. જ્યારે મેથી સહિતની ભાજી તો ખેડૂતો મફતમાં વેચવા મજબૂર બન્યા છે.

શાકભાજીના ભાવ તળિયે

શાકભાજીભાવ(પ્રતિકિલો /રૂ.)
કોબી૧થી ૨
રીંગણા૨થી ૪
ટામેટા૨થી ૪
કારેલા, તુરીયા, ભીંડા૧૦થી ૧૨

આ ઉપરાંત ખેડૂતોને ફ્લાવર પર કિલોએ એકથી દોઢ રૂપિયો મળી રહ્યો છે. જેનાથી ખેડૂતોને ભાડા જેટલો પણ ખર્ચ ઉપજતો નથી. એક તરફ ખેડૂતોને શાકભાજીના ભાવ મળતા નથી. તો બીજી તરફ છૂટક માર્કેટમાં તો શાકભાજી ઉંચા ભાવે જ વેચાય છે. ત્યારે ક્યાંકને ક્યાંક માર્કેટિની યોગ્ય વ્યવસ્થા ન ગોઠવાતા ખેડૂત પણ મજબૂર હોવાનું દેખાય છે.

  • રાજકોટઃ શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
  • માર્કેટ સુધી માલ લઈને પહોંચવાના ખર્ચની રકમ પણ ન મળે તેવી સ્થિતિ
  • મેથી સહિતના શાકભાજી ખેડૂતો મફતમાં વેચવા મજબૂર
  • માર્કેટની યોગ્ય વ્યવસ્થા ન ગોઠવાતા ખેડૂત મજબૂર
  • ખર્ચની રકમ પણ ન મળે તેવી સ્થિતિ
  • ખેડૂતોને ભાડા જેટલો પણ ખર્ચ ઉપજતો નથી
  • ડુંગળી, કોબીજ, ટામેટાના ભાવ તળિયે પહોંચ્યા
  • ખડેતોને કિલો પર એકથી દોઢ રૂપિયો મળે છે

શાકભાજીના ભાવમાં છેલ્લા ચાર દિવસથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ દરેક સીઝનલ શાકભાજી સૌથી સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે. શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો મહામહેનતે જે શાકભાજી ઉગાડી રહ્યા છે તેના ભાવ નહિ મળતા આ શાકભાજી ગૌશાળામાં મોકલી આપે છે અથવા તો રસ્તા પર ફેકી દેવામાં આવે છે. યાર્ડના હોલસેલ વેપારીઓને પણ ભાવ નથી મળી રહ્યાં.

બીજી તરફ રિટેલ માર્કેટની પરિસ્થિતિ બિલકુલ અલગ છે. હોલસેલથી જે વેપારીઓ રિટેલમાં શાકભાજી લઇ જાય છે તેનો ભાવ સામાન્ય લોકોને ડબલ ચૂકવવો પડી રહ્યો છે. શાકભાજીનો ભાવ હાલ એટલી હદે નીચો પહોચી ચુક્યો છે કે ખેડૂતો શાકભાજી વેચવાન બદલે રસ્તા પર ફેકવા અથવા ગૌશાળામાં ગાયોના ચારા માટે મોકલી આપવા મજબુર બન્યા છે. જે રીતે હોલસેલ માર્કેટમાં એટલેકે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના શાકભાજીના ભાવો મળી રહ્યા છે એટલે રૂપિયામાં કદાચ પાણીનું પાઉચ પણ ન મળે તે હકિકત છે.

જો કે માર્કેટિંગ યાર્ડમાંથી રિટેલ માર્કેટમાં શાકભાજી આવે છે ત્યારે તેના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થઇ જાય છે. સામાન્ય લોકો જયારે સ્થાનિક શાક માર્કેટમાં શાકભાજી લેવા આવે છે ત્યારે તેને ૧ થી ૧૦ રૂપિયામાં મળતું શાક ડબલ ભાવ પર મળે છે. સ્થાનિક વેપારીઓના મત મુજબ હોલસેલ માર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા બાદ તેમાં દલાલી અને પોતાનો નફો ઉમેરવામાં આવતો હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ અને શાકભાજીના બગાડ બાદ કરી પોતે સ્થાનિક બજારમાં વેચતા હોવાથી ૩૦ થી ૪૦ ટકાનો વધારો જોવા મળે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!