રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેથી ખેડૂતોમાં અસંતોષ વધ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ધોરાજીના અનેક ગામો સાથે સર્વે અન્યાય થયો છે. સરકાર ના સર્વેના દાવાઓ પોકળ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા પાકો અતિવૃષ્ટિને લીધે નિષ્ફળ જતા ખેડૂતો મોંઘો પોતાનો પાક ઉખેડી ફેંકવા મજબૂર બન્યો છે. જેથી ખેડૂતોએ તેમના ખેતરમાં અર્ધનગ્ન હાલતમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સરકારે પેકેજ જાહેર કર્યુ તેની સામે સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ
ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન સહાય માટે રાજય સરકારે પેકેજ જાહેર કર્યુ તેની સામે સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ જોવા મળી રહયો છે અનેક તાલુકાઓનો સમાવેશ કરાયો નથી અને કેટલાક તાલુકાઓમાં તો સર્વેની ટીમ જ પહોંચી ન હોવાથી સરકાર પાસે ડેટા અધુરો આવ્યો છે સર્વેમાંજ વિસંગતતા જોવા મળી રહી હોવાની ફરિયાદો રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં ઉઠી છે.
રાજકોટ જિલ્લાનાં જસદણ અને વિંછીયા તાલુકામાં ખેડૂતોને વરસાદથી મોટું નુકશાન થયુ છે છતાં આ બંને તાલુકાનો સમાવેશ પેકેજમાં કરવામાં આવ્યો ન હોવાનું આ વિસ્તારનાં આગેવાનોએ જણાંવ્યુ હતુ. રાજકોટ તાલુકાનાં ૯૮ ગામોમાંથી આઠેક ગામનાં નામ જ સહાયની યાદીમાં છે આજે તાલુકાનાં સરપંચોએ આ મામલે સતાધિશોને રજુઆત કરી હતી. ધોરાજી તાલુકાનાં નદી કાંઠાના થોડા ગામોનો સમાવેશ કરાયો છે વીસ જેટલા ગામોને બાકાત રખાયા હોવાની રાજકોટ જિલ્લા પંચાયતનાં શાસક પક્ષનાં નેતા અને સ્થાનિક આગેવાનોએ ગાંધીનગર જઈને મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરી હતી.

જસદણ, વિંછીયા, વિરપુરનાં ખેડૂતોને સહાયમાં અન્યાય
વિરપુર પંથકમાં ભાદરવા મહિનામાં પાછોતરો વરસાદ પડયો તેમાં મોટુ નુકશાન ખેડૂતોને થયું છે. કપાસ, મગફળી, સોયાબીનનાં પાકને નુકશાન થયુ છે છતાં વિરપુર – જેતપુર તાલુકાનાં ગામોને પેકેજમાંથી બાકાત રખાતા સ્થાનિક આગેવાનોએ સરકારને રજુઆત કરી છે.
કેટલાક આગેવાનોએ એવી રજુઆત કરી હતી કે કેટલાક તાલુકાઓનાં ગામો એવા છે કે ત્યાં સર્વેની ટીમો ગઈ જ નથી આમ સરકાર સુધી સાચુ ચિત્ર જ પહોંચ્યુ નથી. મોટા ભાગનાં તાલુકાઓમાં નદી કાંઠાનાં ગામોનો જ સમાવેશ પેકેજમાં કરવામાં આવ્યો છે. સરકાર હવે જો રિ – સર્વેનો આદેશ કરશે તો હવે મગફળી સહિતનો પાક તો ખેતરમાંથી લેવાઈ ગયો છે હવે નુકશાનનો સાચો ખ્યાલ પણ નહિ આવે આમ ખેડૂતોને તો અન્યાય જ સહન કરવાનો વારો આવ્યો છે. આગામી તા. રપ મી થી સહાય માટે નોંધણીની કામગીરી શરુ કરવામાં આવી રહી છે એ પહેલા સર્વેને લઈને ફરિયાદો સતત વધી રહી છે.
Read Also
- માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીનની કરી અરજી, માલિની પટેલ અને કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયો છે છેતરપિંડીનો ગુનો
- આ દિગ્ગ્જ ખેલાડીઓ IPL 2023માં નહિ જોવા મળે આવું છે કારણ…
- શું જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાન કોલકાતામાં પરફોર્મ કરશે? આયોજકે જવાબ આપ્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં 1780 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ, કાશીવાસીઓને મળશે મોટી ભેંટ
- બોલીવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા શાહિદે આ કારણોસર હાલ કોમેડી ફિલ્મ જ પડતી મૂકી