લોકસભાની ચૂંટણીમાં અા છે મોદી સરકાર માટે સૌથી મોટો માઇનસ પોઇન્ટ

બજારમાં નવા સોયાબીન, મગ અને અડદની આવક શરૂ થઈ ગઈ છે. સરકારે આ વર્ષ માટે એમએસપીમાં ઘણો વધારો કર્યો છે. પરંતુ બજારમાં તેના ભાવ એમએસપી કરતા 20-40 ટકા નીચે ચાલી રહ્યા છે. ચોકાવનારી વાત એ  છે કે કેન્દ્ર સરકાર નવી પ્રોક્યોરમેંટ પોલીસીની જાહેરાત કરી હતુ પરંતુ બજારને અત્યાર સુધી તેનો સપોર્ટ નથી મળી શક્યો . જો કે ગત વર્ષની સરખામણીએ કોટને સિઝનની શરૂઆત 20 ટકાની મજબૂતી સાથે જરૂર કરી છે પરંતુ કરન્સી માર્કેટની પરિસ્થિતિ અને ટ્રેડવોરને જોઈને તેની આગળની ચાલ પર બધાની નજર છે.

ગ્લોબલ માર્કેટમાં સોયાબીનનો ભાવ 10 વર્ષના સૌથી નિચલા સ્તર પર વેપાર કરી રહ્યો છે. અમેરિકાના સોયા એક્સપોર્ટમાં કમીથી ભાવ નીચે છે. અમેરિકી સોયા એક્સપોર્ટ 25 ટકા નીચે જવાની આશંકા છે. યુએસ સોયા એક્સપોર્ટમાં 12 વર્ષના સૌથી વધુ ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે આ વર્ષે ખરીફ દાળના ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આ વર્ષે 92.2 લાખ ટન ઉત્પાદન થવાનુ અનુમાન છે. ઓછી ખેતી અને ખરાબ વાતાવરણના કારણે ખરીફ દાળનુ ઉત્પાદન ઘટશે.

સરકારે ટેકાના ભાવ વધાર્યા એટલે મોંઘવારી વધશે

ટેકાના ભાવની વ્યવસ્થા સહેજેય ટેકો આપી શકે એમ નથી. કેમ કે દેશમાં છ ટકા કૃષકો જ ટેકાના ભાવે અનાજ વેચી શકે છે. બાકીના 94 ટકાને શોષણખોર વેપારીઓ, રક્તપિપાસુ વચેટિયાઓ જે ભાવ માગે એ ભાવે પાક વેચવો પડે છે. તો પહેલી વાત તો એ કે એમએસપીથી ખાસ ફાયદો નથી. એટલે એનો ઢોલ પીટવાનો અર્થ નથી. સરકારે ખરેખર કિસાનો માટે કશું કરવું હોય તો વેપારીઓ તથા વચેટિયાઓને ટાર્ગેટ કરવા જોઈએ. ઘણા તજજ્ઞોએ એવો ભય વ્યક્ત કર્યો કે સરકારે ટેકાના ભાવ વધાર્યા એટલે મોંઘવારી વધશે. તેમનું અર્થઘટન સંકીર્ણ છે. નફાખોર વેપારીઓ અને વચેટિયાઓ તેમનો વધુ પડતો નફો સહેજ પણ કમ કરવા તૈયાર થતા નથી. એટલે મોંઘવારી વધે છે. રાજકીય પક્ષો પણ તેમને ફરજ પાડતા નથી. કેમ કે તેમને ત્યાંથી ચૂંટણી ફંડ મળે છે.

ખેડૂતોને જઈ રહી છે ખોટ

લઘુતમ સમર્થન મૂલ્યનો વિકલ્પ શું હોઈ શકે એની વાત પછી કરીશું, પરંતુ હાલ સરકારે જાહેર કરેલા ભાવ કઈરીતે ક્ષતિપૂર્ણ છે એની તપાસ કરીએ. 2006માં સ્વામીનાથન કમિટીએ સરકારને ટેકાના ભાવ નક્કી કરવા માટે મિકેનિઝમ આપ્યું. તેમાં પ્રથમ શ્રેણી છે, એટુ. ખેડૂતોને ફસલ તૈયાર કરવા માટે જે મળૂભૂત ખર્ચ કરવો પડે છે તે એટુમાં આવે છે. બીજ, ખાતર, કિટનાશક, સિંચાઈ, મજૂરી વગેરે પરનો ખર્ચ એટુમા સામેલ છે. બીજી શ્રેણીમાં એફએલ આવે છે. ખેતી થતી હોય ત્યારે મજૂરો તો કામ કરતા જ હોય છે, પરંતુ સાથોસાથ ખેડૂતના પરિવારજનો પણ કામમાં લાગેલા હોય છે. તો તેમનું વેતન પણ ગણવાનું રહે. ત્રીજી શ્રેણી છે, સીટુ. તેમાં જમીનનું ભાડું ગણવામાં આવે છે. વારંવાર પાક લેવાથી જમીન બીનઉપજાઉ બની જાય છે. તેને ફરીથી ફળદ્રુપ બનાવવા માટે ખર્ચ કરવો પડે છે. વળી, દેશમાં લાખો કિસાનો એવા છે જે ખેતર ભાડે રાખીને ખેતી કરે છે. આથી સપોર્ટ પ્રાઇસમાં ભાડું ઉમેરાવું જરૂરી છે. જો ન ઉમેરાય તો તેમને ખોટ જાય. ઓલરેડ જઈ રહી છે.

વર્તમાન કેન્દ્ર સરકારે એટુ વત્તા એફએલના સમીકરણ મુજબ ટેકાના ભાવ જાહેર કર્યા. યુપીએ સરકાર પણ આ જ ફોર્મ્યુલા અપનાવતી હતી તો એનડીએ સરકારે આમાં નવાઈ શું કરી? મોદીસાહેબ કયા મોઢે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવે છે? ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે. નિશંક, પણ એ તો ચાર વર્ષમાં મજૂરીના દર, બીયારણ-ખાતરના ભાવ નથી વધ્યા? તો એમાં કેવીરીતે ઈતિહાસ રચાયો? બીજું, સરકાર દર વર્ષે ટેકાના ભાવે જેટલો માલ ખરીદે છે એટલો જ આ વર્ષે પણ ખરીદશે એની કોઈ ગેરેન્ટી છે ખરી? નથી. ખેડૂતોની માગણી છે કે એટુ વત્તા એફએલ વત્તા સીટુના સૂત્ર મુજબ પડતર નક્કી કરી એ પછી તેમાં 50 ટકા નફો ઉમેરી ટેકાના ભાવ જાહેર કરવામાં આવે. સ્વામીનાથન કમિટીએ પણ આ અનુસાર ખેડૂતોના ટેકાના ભાવ નક્કી કરવાની ભલામણ કરી છે, પણ ન તો કોન્ગ્રેસની સરકારે ધ્યાન આપ્યું. ન તો ભાજપ સરકાર આપી રહી છે. અામ ખેડૂતો લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટો માઈનસ પોઇન્ટ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter