GSTV

ખેડૂતલક્ષી બજેટ પણ એ ન ભૂલો કે ગુજરાતમાં આટલા ખેડૂતોએ કર્યા છે આપઘાત, સરકારે જ કર્યો ખુલાસો

રૂપાણી સરકાર આજે બજેટમાં ખેડૂતો પર સૌથી વધારે વરસી છે. 7,423 કરોડનું એક કૃષિલક્ષી પેકેજ જાહેર કરી ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ આ માર્ગે આગળ વધી છે. એક તરફ જગતનો તાત કુદરતી આફતો, હવામાનના પરિવર્તનો તેમજ જીવજંતુઓના ઉપદ્રવથી પરેશાન છે. ગુજરાત સરકારે આ સમસ્યાઓના નિરાકરણ માટે બજેટમાં ખાસ ધ્યાન આપ્યું છે.પણ એ પણ ન ભૂલો કે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 13 ખેડૂતોએ આપઘાત કર્યા છે. જેમા સૌથી વધારે ખેડૂતોના આપઘાતની ઘટના દેવભૂમિ દ્વારકામાં બની છે.  વિધાનસભામાં સરકારે આપેલા આંકડા પ્રમાણે જૂનાગઢમાં ત્રણ,  સુરેન્દ્રનગરમાં બે, અમરેલીમાં બે અને પોરબંદર અને સાબરકાંઠામાં એક-એક ખેડૂતે આપઘાત કર્યો છે. જો કે ખેડૂતોની આત્મહત્યાના કારણો બદલવામાં આવ્યા છે.

બે વર્ષમાં ખેડૂતોના આપઘાતના આંકડા

  • દ્વારકામાં સરકારના આંક અનુસાર ૦૪ ખેડૂતોનાં મોત
  • જૂનાગઢ માં પણ ૦૩ ખેડૂતોએ આપઘાત કર્યો
  • સુરેન્દ્રનગરમાં ૦૨ ખે઼ૂતોએ જીવ ખોયો
  • અમરેલીમાં પણ ૦૨ ખેડૂતોએ મોતને વ્હાલું કર્યું
  • પોરબંદરમાં પણ ૦૧ ખેડૂત નુક્સાન ન જીરવી શક્યો
  • સાબરકાંઠામાં પણ ૦૧ ખેડૂતે આત્મહત્યા કરી છે.
  • કુલ રાજ્યમાં 1૩ ખેડૂતોએ 2 વર્ષમાં આત્મહત્યા કરી છે.

સરકારે આપેલા લેખિત જવાબમાં આત્મહત્યાના 3 અલગ અલગ કારણો હતા. જેમાં જે તે ખેડૂતોએ વ્યક્તિગત કારણોથી આપઘાત કર્યાનો સરકારે દાવો કર્યો છે. જે તે વખતે લોન ન ભરવાના કારણે..પાક નિષ્ફળ જવાના કારણે થયેલા દેવાના કારણે આપઘાત કર્યાની વિગતો સામે આવી હતી. જો કે  સરકારી જવાબમાં આવો કોઇ ઉલ્લેખ નથી. સરકારે ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન આપ્યાનો દાવો કર્યો છે.

Related posts

લોકડાઉનનો પિરીયડ વધવા મામલે સરકારે કરી મોટી જાહેરાત, જાણી લો ક્યાં સુધી દેશ રહેશે લોકડાઉન

Karan

CORONAએ જગત જમાદારને ઘૂંટણિયે પાડી દીધો : મહાસત્તા પણ હારી ગઈ, વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમેરિકામાં

Karan

ગુજરાતમાં સજ્જડ લોકડાઉન છતાં કોરોના પોઝીટીવની સંખ્યા 69 પર પહોંચી : છ નવા કેસ, છનાં મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!