GSTV
Rajkot ગુજરાત

એક સાદો પત્ર લખજો, હું તમારી તકલીફને દુર કરીશ : ગુજરાતના લાખો ખેડૂતો યાદ કરાવશે કે અમે સાહેબ તકલીફમાં

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તમારી કોઇ તકલીફ હોય તો એક સાદો પત્ર લખજો. હું તમારી તકલીફને દુર કરીશ. વડાપ્રધાન મોદીની આ વાતને ખેડૂતોએ ધ્યાને લીધી છે કેમકે કમોસમી વરસાદથી કમરતોડ નુકસાની પામેલા ખેડૂતોએ તાત્કાલીક વિમાની સહાય ચૂકવાય તે માટે પીએમને પોસ્ટકાર્ડ લખવાનું એક અભિયાન શરૂ કર્યુ છે.

પીએમને પોસ્ટકાર્ડ

  • ધરતીપુત્રોએ પત્રમાં વ્યકત કરી વ્યથા
  • વીમા સહાય ચૂકવવા કરી માંગ

ગામના દરેક ખેડૂત અગ્રણીએ તેમના શબ્દોમાં પોતાની વ્યથા વ્યકત કરી રહ્યા છે. પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખીને તેઓ માત્ર એક જ માંગ કરી રહ્યા છેકે તેમને તાત્કાલીક વિમા સહાય ચૂકવાય. કેમકે કમોસમી વરસાદના કમરતોડ મારથી ખેડૂતોની હાલત એવી છેકે પાકમાં નુકસાની તો ગઇ જ છે. સાથોસાથ શિયાળુ પાક પણ લઇ શકે તેવી સ્થિતી નથી. કેમકે સર્વે બાકી છે તેથી ખેતરોમાં પડેલા પાથરા સર્વે પહેલા હટી શકે તેમ નથી. અને ત્યાં સુધી શિયાળુ પાક લઇ શકાય તેમ નથી.

વધુ પડતા વરસાદથી નુકસાની પામેલા ખેડૂતોએ પાકનો વીમો ચૂકવ્યો.ત્યારબાદ પાકનો વીમો મળે તે માટે લાઇનો લગાવીને દાખલા કઢાવ્યા ત્યારબાદ વીમા કંપનીને જમા કરાવ્યા પરંતુ સર્વેના નામે કંઇ કામગીરી ન થતા ખેડૂતોએ અંતે પીએમને પત્ર લખીને પોતાની પરિસ્થિતી વર્ણવી છે.

જેતપુર તાલુકાની વાત કરીએ તો કુલ 44780  હેકટરમાં વાવેતર કર્યુ છેકે જેમાંથી અંદાજે 70 ટકા જેટલું નુકસાન છે. ત્યારે પીએમને પત્ર લખવાનો ખેડૂતોએ કરેલો ખર્ચ લેખે લાગે છે કે પછી આ પત્ર માત્ર ઢગલાઓમાં જ પડયા રહેશે તે જોવાનું મહત્વનું બની રહેશે.

READ ALSO

Related posts

રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર

GSTV Web Desk

ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ

GSTV Web Desk

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV