ગુજરાતની બાસ્કેટ બોલ ટીમના ખેલાડી સહજ પટેલની નેશનલ ટીમમાં પસંદગી થઇ છે અને હવે તે ૨૦૨૧માં બહેરીન ખાતે યોજાનાર એશિયા કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમમાંથી રમશે.

મારી ઊંચાઇ ૬ ફૂટ ૧૦ ઇંચ હોવાથી મિત્રોએ મને બાસ્કેટબોલ સ્પોર્ટમાં જવાની સલાહ આપી
૨૪ વર્ષનો સહજ રાજેશભાઇ પટેલ મૂળ વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ગામનો રહેવાસી છે. સહજના પિતા ખેડૂત છે. સહજ અભ્યાસ માટે સોખડાથી આણંદ ગયો અને ત્યાંથી તેની બાસ્કેટબોલની સફર શરૃ થઇ. સહજ કહે છે કે મારી ઊંચાઇ ૬ ફૂટ ૧૦ ઇંચ હોવાથી મિત્રોએ મને બાસ્કેટબોલ સ્પોર્ટમાં જવાની સલાહ આપી અને મારી પસંદગી આણંદની ટીમમાં થઇ.
ગુજરાત ટીમ વતી મે બેંગ્લોર ખાતે ઓઇ ઇન્ડિયા યુનિર્વિસિટી બાસ્કેટબોલ કપમાં ભાગ લીધો
ત્યાર બાદ હુ વડોદરા આવી ગયો અને વડોદરાની ટીમમાંથી પણ રમ્યો અને પછી ગુજરાતની ટીમમાં પસંદગી થઇ. ગુજરાત ટીમ વતી મે બેંગ્લોર ખાતે ઓઇ ઇન્ડિયા યુનિર્વિસિટી બાસ્કેટબોલ કપમાં ભાગ લીધો હતો અને મારૃ પરફોર્મન્સ જોઇને નેશનલ ટીમમાં મારી પસંદગી કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- બજેટ 2021: આવકવેરા કલમ 80C હેઠળ કરની મર્યાદા 2.5 લાખ થાય, 2014થી નથી થયો બદલાવ
- PM Kisan: હવે ઘરે બેઠા આ રીતે જોઈ શકશો કોને મળ્યો 2 હજારનો હપ્તો? અહીંયા જુઓ ખેડૂતોની યાદી
- Google Maps દ્વારા સીધુ તમારા ફ્રેન્ડને મોકલો લાઇવ લોકેશન, અહીં જાણો ટ્રિક
- ખુલાસો/ લોકડાઉનમાં અરબપતિઓની સંપત્તિ અધધધ વધી, ગરીબોને પડ્યા ખાવાના પણ ફાંફા, જાણો શું કહે છે આંકડા
- તેજી સાથે આગળ વધી રહી છે દેશની અર્થવ્યવસ્થા, સરકાર અને RBIએ નિભાવી મહત્વની ભૂમિકા