બોડેલીના કલેડિયા ખાતે કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.ખેડૂતોએ જમીન પર બેસી સૂત્રોચ્ચાર કરતાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ચકમક ઝરી હતી.ત્યારબાદ વેપારીઓ હરાજી બંધ કરીને જતા રહ્યા હતા.

હરાજીમાં એક ક્વિન્ટલનો ભાવ રૂપિયા 9 હજારથી 10 હજાર કરતા ખેડૂતો રોષે ભરાયા હતા.શુક્રવારે ખેડૂતોને એક ક્વિન્ટલ કપાસનો ભાવ રૂપિયા 12 હજાર મળ્યો હતો.જેને લઇને ખેડૂતો રૂપિયા 12 હજાર આપવાની માંગણી કરી હતી.જેથી ખાનગી વેપારીઓ હરાજી બંધ કરીને જતા રહ્યા હતા.ખેડૂતો શોષણ બંધ કરો પૂરો ભાવ આપોના નારા લગાવ્યા હતા.બીજી તરફ સંખેડાના ધારાસભ્ય કલેડિયા ખાતે દોડી આવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
MUST READ:
- સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો
- કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી
- ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ
- હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે
- રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે